Thursday, July 26, 2018

Chapter 1: રાધાની ગાથા


નોંધ:- આ વાર્તાના કેટલાક પાત્રો,સ્થળ અને ઘટનાઓ કાલ્પનિક છે. જે વાસ્તવિકતામાં કોઈપણ વ્યક્તિ,ઘટના કે સ્થળ સાથે સંબંધ ધરાવતી નથી.

 

 

 

પ્રસ્તાવના: રાજકારણના કાવાદાવામાં એણે બે જણાંને ધારિયા વડે ચીરી નાખ્યા...૨૫થી વધારે લોકોએ એના કારણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જાન ગુમાવ્યો. એક જ દિવસે ગામની ૧૦ સ્ત્રીઓ વિધવા થઇ...છતાં પ્રશ્ન એમ નો એમ રહ્યો... કોણ હતી એ?

એક કન્યા, એક સ્ત્રી, એક સરપંચ, એક ગુનેગાર કે પછી એક દેવી? કોણ હતી તે? એક વાલ્મિકી કન્યા એક સામાન્ય વ્યક્તિ માંથી કેવી રીતે દેવી બને છે એની આ વાત છે. જાણવા માટે વાંચો મનોરમા દેવી...

 

 

 

Chapter 1: રાધાની ગાથા
 
..૧૯૧૯,
                                          એ દિવસે સાકેતમાં એવી ઘટના બની કે આખુ ગામ ચોંકી ઉઠ્યુ. તસ્કરોએ માધવરાવની હવેલીમાં ધાડ પાડી. તસ્કરોના હાથમાં થોડાક આભૂષણો અને રેશમના પટ્ટા સિવાય કીમતી કઈ હાથમાં આવ્યુ નહીં. તસ્કરોએ માધવરાવ અને તેમના પત્ની સૂઈ રહ્યા હતા. એ અવસ્થામાં ચપ્પાથી બંનેના ગળા કાપી નાખ્યા. મુખદ્વારના ચોકિયાતને માથા પર કોસ મારી તેનુ માથુ ફાડી નાખ્યુ. પછીતે રખેવાળી કરતા ચોકિયાતને ચપ્પાના ઘા મારી લોહીલુહાણ કરી નાખ્યો, તસ્કરો સામાન ઉઠાવી ભાગી ગયા.
 
                                          બીજા દિવસે ઢળતી સાંજે એક ગોવાળિયો ઢોર ચરાવી પાછો આવી રહ્યો હતો ત્યારે હવેલીમાં કોઈ હલનચલન ન લાગતા જાળીમાંથી ડોકાચિયુ કરી જોયુ. પરિસ્થિતી અસામાન્ય લાગતા તે પ્રાંગણમાં પ્રવેશ્યો. મુખદ્વારના કઠેડાએ મૃત પડેલા ચોકિયાત પર તેની નજર પડી. ભયભીત થઈ મોટી ચીસ પાડી તે ગામ તરફ ભાગ્યો અને બધાને જાણ કરી.
 
                                          સૂર્યાસ્ત થયા બાદ પોલીસે તપાસ આદરી. તપાસ બાદ પોલીસે ઠરાવ આપ્યો કે માધવરાવ અને તેમની પત્નીને મારી નાખી ઘરમાં ચોરી કરવામાં આવી છે અને આગળ અને પાછળ ચોકી કરી રહેલા બંને ચોકિયાતોને પણ રહેંસી નાખવામાં આવ્યા છે. ગામથી દૂર આવી અવાવરુ જગ્યામાં હવેલી પર આવી ઘટનામાં આસપાસ કે આ જ ગામના મવાલીઓ અથવા દારૂડિયાઓનો હાથ હોવો જોઈએ. હવેલમાંથી ઘરેણાં કે કોઈ નકદ રકમ મળી નથી. તેથી કહી શકાય કે ચોક્કસ તસ્કરોની જ આ કરતૂત હોવી જોઈએ. શક્ય તેટલા ઓછા સમયમાં પોલીસ તસ્કરોનુ પગેરું શોધી પાડશે.
 

*

 
                                          હરજીવનદાસ વ્યવસાયે ખેડૂત હતા, વર્ષો પહેલા બાપ-દાદાએ ઠાકોરો પાસેથી જમીનો ખરીદી રાખી મૂકી હતી. સમય પસાર થતા બનતુ એવુ આવ્યુ કે ઠાકોરોની પેઢી પાયમાલ થતી ગઈ. પૂર્વજોએ જમીન વેચી જે પૈસા ભેગા કર્યા હતા એ પૂરા થઈ ગયા. હરજીવનદાસ અને એમના ભાઈઓએ દરમિયાન બીજી ઘણી ખેતીલાયક ફળદ્રુપ અને બિનફળદ્રૂપ જમીનો ખરીદી લીધી હતી. બાજુના ગામમાં પણ જમીનદારીની વાત આવે ત્યારે હરજીવનદાસનો જોટો ન જડે. ત્યાં પણ તેઓએ ઠીક ઠીક જમીનો ખરીદી હતી અને ભાડાપેટે ખેતી હેતુ આપી દીધેલી. હરજીવનદાસ ગામના માલેતુજાર માણસોમાંના એક હતા. તેમના વ્યવસાયનો વ્યાપ એટલો પ્રસ્થાપિત હતો કે તેમની ૭ પેઢી આરામથી બેઠા-બેઠા ખાય તો પણ ૮મી પેઢી માટે ઘણુ બચે. બીજી બાજુ ઠાકોરોની સ્થિતિ જુદી હતી. જમીન વેચી જે પૈસા ઠાકોરો પાસે આવ્યા હતા એમાંના ઘણાએ દારૂ, ગાંજો અને અફીણના નશામાં વેડફવા લાગ્યા. ઠાકોરોએ વખત આવતા પોતાના પૂર્વજોએ વેચેલી જમીન ભાડે લઈ ગુજરાન ચલાવાનો વારો આવ્યો. અન્ય કેટલાક ઠાકોરોએ દારૂની ભઠ્ઠી નાખી દારૂ વેચવાનું શરૂ કર્યું, એની સાથે ગાંજા-અફીણની દાણચોરી શરૂ કરી.
 
                                          ગામના પાદરે સ્મશાન હતું. ડાબે કોર રસ્તો તળાવ તરફ જતો, એનાથી ૧૫૦ મીટર છેટે હરજીવનદાસની જમીન શરૂ થતી, પાદરનો એ વિસ્તાર ઉજ્જડ હતો. ત્યાં ખેતી કરવી શક્ય ન હતી માટે ત્યાં હવેલી ઊભી કરવી જોઈએ એમ વિચાર આવ્યો. હરજીવનદાસે તેમના ભાઈઓ સાથે આ બાબતે અભિપ્રાય માંગ્યા અને સહુની સહમતિથી ગામના છેડે હવેલીનું નિર્માણકાર્ય શરૂ કર્યુ. બે વર્ષે હવેલીનુ બાંધકામ પુર્ણ થયુ. સત્યનારાયણની પુજા રાખી. ગામ-તાલુકાનાં લોકો આ હવેલીની શાન જોઈ ચકિત રહી ગયા. પાકા બાંધકામ સાથે નમણું કોતરણીકામ હવેલીના શૃંગારમાં વધારો કરી રહ્યુ હતું. નામકરણ કરાવી હવેલીનુ નામ રાખ્યુ સાકેત. પોતે ગામની વચોવચ રાજાઓને લાજે એવા ગઢમાં રહેતા હતા, સાકેત ગામથી અળગુ પડતુ હતું માટે ૪ માસ પશ્ચાત હવેલી ભાડે આપવા નક્કી કર્યુ.
 
                                          કચ્છ નજીક સ્થિત રાપરથી માધવરાવ સલાટ અહી વ્યાપાર હેતુ આવ્યા હતા. તેઓ ગામમાં જીતેશ્વરીના ચોકમાં કુટુંબ સાથે રહેતા હતા. સાકેતના વેચાણ અંગે જાણ થતા પહેલો પ્રસ્તાવ મૂકી, સહકુટુંબ હવેલી રહેવા આવી ગયા. માધવરાવ ધંધે રેશમ અને કપાસના વેપારી હતા. તેમનો-તેમના પરિવારનો સ્વભાવ, દેખાવ અને વર્તણૂક નિર્મળ અને સાદગીભર્યું હતું. તેમનો ધંધો પરગામે અને પૂંજી પણ પરગામે પોતાની મિલમાં રાખતા. તેમ છતાં સાકેતમાં એમનો ઠાઠ ઇન્દ્રપ્રસ્થના વૈભવને માત આપે એવો હતો. ગામ વચ્ચે રહેવુ અગવડભર્યું ન હતું પણ તેમને મિલ જવા માટે ત્યાંથી માર્ગ સરળ પડતો અને પોતેય કેટલાક કાળા-ધોળા કામો કરવાના રહેતા માટે ગામના ભાગોળે મકાન લેવુ સગવડ ભર્યું લાગ્યું.
 
 
                                          ભૂતનુ ઘર પીપળે. એમ મવાલી અને દારૂડિયાઓનો અડ્ડો ગામના પાદરે. સ્મશાન પાસે ઘણા દારૂડિયા અને ચરશીઓ નશા કરતા. સાકેતની આજુબાજુ ૨૦૦ મીટરમાં સ્મશાન, બાવળીયા અને જાડી-ઝાંખરા તેમના પાડોશી હતા. મવાલીઓની આવ-જા એ તરફ વધવા લાગી હતી. માધવરાવ સમજી ચૂક્યા હતા પોતે ભયાનક વિસ્તારમાં રહેતા હતા. ગામના નામદાર અને માથાભારે દરબારોની મૈત્રીના ડરે ગામનો એકેય મવાલી માધવરાવની સંપતિ કે આબરૂ પર નજર નાખતા નહીં. છતાં, સુરક્ષાના ભાગે તેમણે મુખદ્વાર અને પછીતેની ડેલીએ એક-એક ચોકિયાત રાખ્યા હતા.
 
                                          સાકેતમાં આવ્યાના ત્રણ માસ બાદ દીકરી કુસુમના લગ્ન લેવડાવી લીધા. જેથી પાદરે રહેવાનુ એક જોખમ ઓછુ થઈ ગયુ. હવે આખી હવેલીમાં માધવરાવ અને તેમના પત્ની એકલા રહેતા. ક્યારેક એકાદો મવાલી હવેલી તરફ નજર માંડી બેઠેલો જોવા મળતો, તો ક્યારેક કોઈક દારૂડિયો હવેલી પાસે લવારી કરતો જોવા મળતો. માધવરાવ જ્યારે મિલ ગયા હોય ત્યારે તેમના પત્ની હવેલીમાં એકલા પડતા. આગળ-પાછળ ચોકિયાત હોવાના કારણે કોઈ મવાલી અંદર આવી શકતો નહીં. માધવરાવ અઠવાડિયામાં બે વાર પરગામ જતાં મિલમાં કામ બરાબર ચાલી રહ્યુ છે કે નહીં તેનુ નીરીક્ષણ કરતા અને ઉત્પાદન અહેવાલ મેળવતા. જ્યારે તેઓ મિલ જતાં ત્યારે તેમના પત્ની હવેલીમાં રહેવાનુ ટાળ્યું. તેમણે ગામમાં અથવા ખેતરે ગામની સ્ત્રીઓ પાસે બેસવા જવાનું શરૂ કર્યું.
 
                                          છ માસ બાદ તસ્કરોએ આખા ગામને ફફડાવી મૂક્યુ. સાકેત પર તાળુ મારી દેવામાં આવ્યુ. અંધશ્રદ્ધાનો અંધકાર ગામ આખામાં સર્વવ્યાપી હતો માટે સાકેત અંગે ભયજનક અફવાઓ ઉડવા લાગી હતી. માધવરાવ અને તેમની પત્નીની આત્મા હવેલીમાં ફરતી હોવાના લોકો દાવા કરવા લાગ્યા. ક્યારેક ઉપરના મજલે ઓરડાની બારી ખૂલતી અને બંને પતિ-પત્ની દીવાના અજવાળે વાતો કરતા હોય એવા અહેવાલ પણ લોકો આપતા. એક સાંજે ૭ વાગતા એક દારૂડિયો સ્મશાન બાજુથી ભાગતો ગામમાં આવ્યો અને નિવેદન આપ્યુ કે હવેલીમાં મૃત પામેલા ચોકિયાતે તેની પાસે પાણી માંગ્યુ.
તો તારી પાંહે પોણી નતુ?” ભેગા થયેલા લોકોમાંથી એકે પૂછ્યુ.
હતું ને, હું તરાવેથી પ્યાલો ભરી લાયો તો. મેં મારી દારૂની પોટલી કાઢી અને પોણી મેરવવા જતોતો ત્યાં રામો(ચોકિયાત) મારી પાસર ઊભો રહી મને કે ગલા... મન પોણી પીવડાયન... મન બોવ તરસ લાગી હ... કહી રામો રોવા લાગ્યો, એના માંથામાંથી લોય નેકરતુતુ અન એ રોતોતો. મેં એન પોણી પીવા પ્યાલો આલ્યો પણ મેં જોયું તો બેય પ્યાલા ખાલી હતા. મુ તરાવમાંથી જે પ્યાલો ભરી લાવ્યો એ પ્યાલો અન બીજો દારૂવારો પ્યાલો બેય ખાલી હતા. ચ્યાય હેકેય ટેપુંય નતું. હાવ ખાલી બેય ગિલાસ.” બોલી તે મૂક થઈ ગયો.
તું જ પી જયો હઈશ. ખોટી અફવા ના ઉડાવએક જણ બોલ્યો.
લ્યા મેં નહીં પીધું. બેય પ્યાલા એનીમેળે ખાલી થઈ જ્યાંતા.”
તો આ તારા પયંડમાંહી પોટલીની વાસ ચમની આવ સ?” એ જ માણસ એને સૂંઘીને બોલ્યો.
ઇ તો હાંજની આવતીતી, મુ હાચું કવ સુ મેં નય પીધો દારૂ. બેય પ્યાલા ખાલી થઈ જ્યાંતા.દારૂડિયો ગંભીર થઈ બોલ્યો.
પસી...?
હાં, પસી હું થ્યુ?” એકઠા થયેલામાંથી કેટલાકે પૂછ્યુ.
મેં કીધુ: “રામભઈ પોણી તો નહીં, રો લેતો આવુ. મું એટલું બોલી ઊભો થઈ રયોતો તાં રામાએ મારો ખાલી પ્યાલો હોઠે લગાવ્યો, પસી એ પ્યાલો લઈ જતો રયો.”
 
                                          આવી બધી વાતોથી ગામ આખામાં ડરનો માહોલ પ્રસરી ગયો હતો. માધવરાવની દીકરી કુસુમે અણબનાવ બન્યાના થોડા દિવસ બાદ ઘરનો સામાન સ્થળાંતર કરાવ્યો. પોતાના માં-બાપની એકની એક દીકરી હોવાના કારણે તે ખૂબ જ આઘાત અનુભવી રહી હતી. તેને આ દુનિયામાં લાવનાર હવે આ દુનિયામાં તેને મૂકીને જતાં રહ્યા હતા. હરજીવનદાસે ગામની દીકરી સમજી કુસુમ માટે પોતાના ઘરના બારણાં ખુલ્લા કર્યા અને દીકરી માની તેને આશ્વાસન આપ્યું. બાદ હરજીવનદાસે હવેલી બંધ કરાવી દીધી. છતાં, ભૂત અને આત્મા દેખાવાની વાતોનો અંત થયો નહીં. હવેલી બંધ કરવાના કારણે ત્યાં સાફ-સફાઈ કરવાનું કારણ હતું નહીં. તેથી હવેલી મેલી અને ડરાવની બનવા લાગી. પ્રાંગણ અને પછીતેની પરસાળમાં ઘાંસ-બાવળ ઉગવા લાગ્યા. એકાદ આંબલીનું જાડ પણ ઉગયું, જેના પાંદડા અને સૂકી ડાળખીઓએ કચરામાં વધારો કર્યો. ખંડેર બનેલા સાકેત પર કુદરતી કચરા સાથે ભયભીત કરતી ભૂતપ્રેતની વાતો પણ વધી રહી હતી. ગ્રામજનોએ સંધ્યાકાળ પછી પાદર તરફ જવાનું ટાળ્યું હતું.
 

*

 
બે વર્ષ બાદ,
                                          સાકેત બંધ કરાવે બે વર્ષ વીતી ગયા. હરજીવનદાસને એક પુત્ર હતો મોહન. મોહન ૨૨ વર્ષનો યુવાન હતો. તે દેખાવડો હતો. ઘરમાં બધાનો લાડકવાયો હતો. દેખાવની સાથે-સાથે કુબુદ્ધિ પણ તેનામાં અવતરી હતી. મોહનના જીવનનુ ફક્ત એક જ લક્ષ્ય હતું સ્ત્રીને પામવી. (માફી, થોડુ ખોટુ લખાઈ ગયુ) તેના જીવનનુ લક્ષ્ય હતું સ્ત્રીઓને પામવી. તેને મિત્રો પણ સરખી અભિરુચિ ધરાવતા મળ્યા હતા.
 
                                          મોહનના રૂપ અને પૈસાના જાળમાં ઘણી છોકરીઓ ફસાઈ ચૂકી હતી. તે એમને છૂટી પણ એ રીતે કરતો કે છોકરીઓ માંઠુ ન લગાડતી. આ બહુ અજબની તેનામાં કળા હતી. બે વર્ષ બાદ ખંડેર બની ચૂકેલો સાકેત આજે તેના કામમાં આવી રહ્યો હતો. સાકેતનો ઉપયોગ મોહન અને તેના મિત્રો ભોગવિલાસ અને નશાના સેવન માટે કરતા. ઘણીવાર મોહન તેની પ્રેમીકા તેના ભાઈબંધોને પણ સોંપી દેતો. એ પછી પણ મોહન એ રીતે મનાવતો કે છોકરીઓ એ વાતનુ ખોટુ ન લગાડતી અને ચૂપ થઈ જતી. જે છોકરીઓને આ બધુ ન ફાવતુ તે એને મળવાનુ અથવા બોલાવાનુ ઓછુ કરી દેતી પણ ક્યારેય કોઈ જાતનો ભવાડો કરતી નહીં. તેના મિત્રો સાકેતનો ખૂબ દૂરઉપયોગ કરી રહ્યા હતા, ગાંજો અને દારૂની દાણચોરી કરી પૈસા કમાતા. છતાં, મોહનના પૈસે લેર કરતાં અને નશામાં લીન રહેતા.
 
                                          આ ગાળામાં ગામમાં એક જુવાનજોધ વિધવા બનેલી સ્ત્રી તેના પિયરમાં પાછી આવી. ગામમાં જુવાનજોધ રબારીની છોકરી આમ વિધવા થઈ પાછી આવે, તે અત્યંત શોકની વાત હતી. તેના પિયરમાં મા-બાપ અને ભાઈ-ભાભી હતા. તેના પરિવારે તેને સહજ રીતે સ્વીકારી લીધી. તે જીવી રહી હતી. સંપૂર્ણ માન સાથે, તેને મનપસંદ કપડા પહેરવાની છૂટ પણ આપી હતી. છતાં તે ગુમ રહ્યા કરતી, છતાં તે અંદરો-અંદર પીડાતી. પોતાના સુહાગને ગુમાવાનુ કષ્ટ તે સાંખી શક્તી ન હતી. આ દુખ તે ક્યાંય લઈ જઈ શકે એમ ન હતી. આ એકલતા, આ પીડા તેના રૂપને અણછાજતુ. એ કારણથી તેનામાંથી નકારાત્મકતા પ્રસરતી.
 
                                          આ સંદર્ભમાં વિચારી જોવો કે કુદરતે ઘડેલી એક સુંદર રચના, જેનુ લાવણ્ય સ્વર્ગની રૂપાંગનાઓને મળતુ આવતુ હોય. જેને જોવાની, જેને પામવાની ઈચ્છા દરેકને થતી હોય. એ માણસમાંથી જ્યારે નકારાત્મકતા આવે ત્યારે વિધાતા કે કુદરત જાણે ભાવશૂન્ય બની ગઈ હોય એમ લાગવા લાગે કે નહીં? તેના ભાઈ-ભાભી અને મા-બાપ તેને પૂરતો સહકાર આપતા હતા. તેને તેના દુખમાંથી બ્હાર લાવવાનો પ્રયત્ન કરતા પણ તે ગુમસુમ રહ્યા કરતી. હા, તેણે રંગીન કપડા પહેરવાના શરૂ કર્યા હતા. તે વ્યવહારુ જીવન જીવી રહી હતી. તેણે નવી બહેનપણીઓ બનાવી હતી પણ તેના મનમાં, તેના મગજમાં એકલતા ઘર કરી ગઈ હતી. આ એકલતા ઘણી નિરાશાઓ લાવતી. આ એકલતા અને નિરાશાની આદત એને પડી ચૂકી હતી. છતાં, પોતાનાથી બનતુ એ કરતી. એ જાણતી હતી એના ભાઈ-ભાભી અને મમ્મી-પપ્પા એને લઈને ચિંતિત છે, માટે એ લોકોમાં ભળતી, ઘરના કામ કરતી, એની બહેનપણીઓ સાથે બજાર જતી. છતાં, મનના કોઈક ખૂણે તેણે ઉદાસી સંઘરી રાખી હતી. એ ઉદાસી સાથે તેણે ગોષ્ઠી કરી લીધી. એ વ્યક્તિનુ નામ હતું રાધા.
 

*

 
                                          રાધા જેમ-તેમ કરી પોતાના અસ્તિત્વને ટકાવવાનો પ્રયત્ન કરી રહી હતી. જીવવા માટે સંઘર્ષ કરી રહી હતી. તેના મગજે સેવેલી આદતો, તેને લાગણીઓના વિક્ષેપમાંથી બ્હાર આવવા દેતી ન હતી. આ મનોસંઘર્ષને દૂર કરવાના પ્રયાસ હેતુ તેની ભાભીએ પગપાળા અંબાજી જવાનો પ્રવાસ ગોઠવ્યો. આમ પણ દર વૈશાખી બીજે તેઓ પગપાળા અંબાજી જતા. ગામમાં માં દુર્ગાનો સંઘ હતો, જે દર વર્ષે પગપાળા માતાના ગઢે જવાનું આયોજન કરતાં. આ વર્ષે તળાવ પાસે માતાજીની મેડી બનાવી ત્યાં મુર્તિ સ્થાપિત કરવાની હતી. માટે સંઘના સભ્યો અંબાજી માતાજીની મુર્તિ પ્રાણપ્રતિષ્ઠા કરવા માટે લઈ જવાના હતા. રાધા-તેની ભાભી સંઘમાં જોડાયા. ગામના વડવાઓ અને બીજા સ્ત્રી-પુરુષો અને બાળકો પોતાના કુટુંબીજનોને ગામના પ્રવેશદ્વાર સુધી મૂકવા આવ્યા. અંબે માની પ્રતિમા લઈ સંઘ આખાએ જય અંબેના નાદ સાથે ગઢ તરફ પ્રયાણ કર્યુ.
 
                                          મોહન અને તેના મિત્રો સંઘના આયોજક હતા. મોહન મા દુર્ગાનો પરમ ભક્ત હતો. મા ભવાનીના દરેક કાર્યોમાં તે જોડાતો અને દરેક પાવન અવસરમાં માની ભક્તિ કરતો. ફક્ત આ જ સમયગાળા દરમિયાન તે પરસ્ત્રી અને વ્યસન પર નજર નાખતો નહીં. મા અંબાના દર્શન માટે પગપાળા આવતા દરેક શ્રદ્ધાળુઓનુ તે ધ્યાન રાખતો અને યાત્રા દરમિયાન કોઈ મુશ્કેલી કે અડચણ ન ઊભી થાય એનું પણ ધ્યાન રાખતો. તેની આ નિખાલસતા પર છોકરીઓ વારી જતી પણ તે મા ની ભક્તિમાં તલ્લીન રહેતો.
 
                                          આ યાત્રાની સકારાત્મક અસર રાધા પર થઈ રહી હતી. હવામાન બદલાતા તેના વિચારો પણ બદલાયા. એવુ મનાય છે કે વ્યક્તિની ભાવનાઓ ગતિ સાથે બદલાય છે. રાધાના ભાવો પણ ગતિ સાથે બદલાયા. તેના ચહેરા પર એક નવી જ ઉર્મિ જોવા મળી રહી હતી. આ સમયે તે ખુશ હતી. રસ્તામાં ધીમા પડતા અથવા થાકી જતા લોકોને તે જય અંબેના નારા લગાવી પ્રોત્સાહન પૂરુ પાડતી. આજે ઘણા સમયે તેના હોઠ પર સ્મિત આવ્યુ હતું. તેની ભાભીનો હેતુ પાર પડી રહ્યો હતો.
 
                                          એક અઠવાડીયા બાદ તેઓ મા વૈષ્ણવીના ધામ અંબાજી પહોંચ્યા. બપોરના ૨,૩ વાગતા સંઘના મોટાભાગના લોકો ગઢ સુધી આવી ગયા. સાંજની આરતીમાં હાજર રહેવાની પાવન તક મળી હતી. નીચે અંતિમ વિસામાએ સૌ આરામ કરવા રોકાયા. મોહન અને તેના મિત્રો આરામ કરવા ન  રોકાયા. તેઓ મેળામાં લટાર મારવા ગયા. ૨ કલાક આરામ કરી સૌએ થાક ઉતાર્યો. સાંજે રાધા અને તેની ભાભી સ્નાન કરી સૌથી પહેલા તૈયાર થઈ સંઘની પ્રતિમા પાસે હજાર થઈ ગયા. મોહન-તેના મિત્રો પાછા આવ્યા. રાધા અને તેની ભાભીને મૂર્તિપ્રતિમા પાસે ઉભેલા જોયા. મોહન-ટોળકીએ પોતાના સામાનમાં મેળામાંથી લાવેલી વસ્તુઓ મૂકી, હાથ-મો ધોયા અને મુર્તિ ગઢ પર લઈ જવાની તૈયારી શરૂ કરી.
 
                                          સંઘમાંના ઘણા હજુ સૂઈ રહ્યા હતા અને અરધા નાહવાનુ કરી રહ્યા હતા. સાડા છ વાગી ગયા હતા. મોહન મુર્તિ પ્રતિમા લઈ તૈયાર ઊભો હતો. તેની સાથે તેના મિત્રો જસવંત, પ્રત્યુસ અને ગિરિધર પણ તૈયાર થઈ બીજાની રાહ જોઈ રહ્યા હતા. ત્રણ ૧૫-૧૫ વર્ષની છોકરીઓ, બીજા બે આધેડ વયના પુરુષો અને ત્રણ સ્ત્રીઓ તૈયાર બેઠા હતા. હજુ અરધા ઉપરના માણસો તૈયાર ન હતા. મોહનને ગુસ્સો આવ્યો. માતાના કામમાં કોઈ વિઘ્ન ઉભુ કરે એ તેને જરાય ગમે એવી વાત ન હતી.
બે ચેટલી વાર હોય? આ લોકો તો મોણસ સ કે ફોનસ!“ તેણે તેના મિત્રોને કહ્યુ.
આવતા હશે, આપણા વારાની એ તો તકલીફ સ. ટેમસર જિંદગીમાં ચ્યારેય ચ્યાંય હાજર જ નો રેયને.” જસવંત બોલ્યો.
ઇમના ડોહાન મોહણીયામાંય તોતો મોડુ કરશેન?” ગુસ્સાથી ઉશ્કેરાયેલો તે બોલ્યો. તેના ભાઈબંધ બધા હસવા લાગ્યા પણ તે ન હસ્યો અને ગંભીરતાથી હાજર ઉભેલા બધા પર નજર ફેરવી. થોડી વાર બાદ તે બોલ્યો: “આ જેટલા હજી હાજર નય થ્યાન, એમન પાસા આપણી હારે નહીં લઈ જાવાના જસુ.” તેણે જસવંતને કહ્યુ. જસવંતે સંમતિ દર્શાવાની ચેષ્ટા કરી. થોડીવાર રાહ જોયા બાદ પણ કોઈ આવ્યુ નહીં ત્યારે આગળ વધવું જ યોગ્ય લાગ્યું. કારણ આરતીનો સમય થઈ ગયો હતો.
માય ગ્યું, હાલો આપણે...” કહી તેણે મા જોગમાયાની પ્રતિમા ઉપાડી.
 
                                          બધા ઊભા થયા. આરતી શરૂ થવામાં થોડી જ ક્ષણ બાકી હતી. માની આરતી, સાડલો, ચુંદડી અને હાર એક થેલામાં હતો. એ થેલો જસવંતે ઉપાડયો. જે લોકો હજી સુધી તૈયાર નતા થયા એમને ત્યાં જ મૂકીને એમણે ગઢ તરફ પ્રયાણ કર્યું. સૌથી આગળ મોહન, જસવંત અને સંઘની છોકરીઓ હતી. સંઘના બીજા પુરુષો-સ્ત્રીઓ તેમની પાછળ આવી રહ્યા હતા. બહુ બધુ માણાં ઉપર ભેગુ થયુ હતું. તેઓ ઉપર પહોંચ્યા એવા તરત આરતીનો ઘંટનાદ અને શંખ વાગ્યો. આરતી શરૂ થઈ. સંઘની કન્યાઓ, રાધા-તેની ભાભી આરતીની થાળી તૈયાર કરવા લાગી, દરમિયાન મોહન અને બીજી સ્ત્રીઓ મુર્તિ પ્રતિમાને પ્રાણપ્રતિષ્ઠા માટે તૈયાર કરી રહ્યા હતા.
 
                                          મા સિંહવાહીની સમક્ષ મુર્તિની પ્રાણ-પ્રતિષ્ઠાની વિધિ શરૂ થઈ, આરતીની થાળી લઈ રાધાએ મા જોગમાયાની પુજા શરૂ કરી. એ પછી અન્ય કન્યાઓ અને સંઘના લોકોએ આરતી ઉતારી. મા જગદંબાની આરતીએ હર શ્રદ્ધાળુના મન પાવન કરી દીધા. તેમના મનના મેલને સ્વચ્છ કરી, સૌના દુખ હરી લીધા. માની આરતી ગાઈ સૌ કોઈ ભક્તિના સર્વોત્તમ સ્થાન પર પહોંચી ગયા. પુજા પૂર્ણ થઈ ત્યાં સુધીમાં સંઘના દરેક માણસો આવી ચૂક્યા હતા. શ્રીફળ વધેરી પ્રસાદ નિવેજી, મુર્તિ લઈ સૌ નીચે ઉતર્યા. ધર્મશાળાએ આવી ભોજન ગ્રહણ કર્યુ. રાત્રે પૂનમના મેળામાં ગયા અને પાછા ધર્મશાળાએ આવી રાતવાસો કર્યો. સવારે દૈનિક ક્રિયા પતાવી સંઘ પાછો ઘર તરફ ભણ્યો. મા ભગવતીને મળ્યાનો આનંદ અને ભક્તિના મહિમાથી બધા તેજોમય બની ગયા હતા. બળદગાડાઓ બદલતા-બદલતા ત્રણ દિવસે સંઘ મા ભદ્રકાળીની પ્રતિમા સાથે પાછો આવ્યો. અગાઉ નક્કી કરી રાખ્યું હતું તેમ ગામના તળાવ નજીક મંદિર સ્થાપવામાં આવ્યુ અને મા માહેશ્વરીની મુર્તિ ત્યાં બિરાજમાન કરવામાં આવી.
 

*

 
                                          અંબાજીથી પાછા વળતી વખતે મોહને રાધાનો પરિચય કેળવ્યો હતો. તે રાધાથી મોહી ગયો. હા, એ જ મોહન જેનુ સ્વાગત ગામની દરેક કન્યા ખુલા હાથથી કરતી, તેને બાહોમાં સમાવી લેવા. જેને મેળવવાની આકાંક્ષા ગામની દરેક કન્યા કરતી એ મોહનનુ મન હચમચી ગયુ હતું રાધાના કારણે. અઘરૂ ઘણુ બધુ હતું. વાત ચાલી રહી છે આ ૧૯૨૨ની. પહેલા તો રાધાને મનાવવી જ. કારણ જે પરિસ્થિતિમાં રાધા હતી એ કદી ક્યારેય તેની થવાની જ ન હતી. રાધા તેના પૂર્વપતિ જયંતિને સમર્પિત થઈ ગઈ હતી. તેની યાદો મનમાં ભરી એકલતાના સહારે જીવન વિતાવવાનું નક્કી કર્યું હતું. મોહન જાણતો હતો રાધા જેવી સ્ત્રી એને ક્યારેય અપનાવશે જ નહીં. છતાં, તેને રાધા જોઈતી હતી. એ સમયે પોતે જે કોઈ છોકરી સાથે સંબંધમાં હતો એ બધામાંથી તે છૂટો થઈ ગયો. તે રાધાને લઈને ગંભીર થઈ ગયો હતો. જાણે તેને એક જ વસ્તુ જોઈતી હોય રાધા...
 
                                          સાકેતમાં તે પડયો રહેતો. ચિલમો ફૂંકયા કરતો. તેના હોઠ પર એક જ નામ અને આંખોમાં એક જ દ્રશ્ય... રાધા. તેને આખી સૃષ્ટિમાં બીજુ કઈ ન હતું જોઈતુ બસ એક રાધા સિવાય. તેની દરેક ઈચ્છા, દરેક દવા, દરેક દર્દનો એક જ ઉપાય જણાતો હતો રાધા... આ જુવાનિયાના મનની મંચ્છા તેના મિત્રો પામી ચૂક્યા હતા. વાત હવે ગામ સુધી પહોંચી ગઈ. લોકોને ખબર પડવા લાગી. એક વિધવાના પ્રેમમાં ગામનો રૂપાળો-નકટો જુવાન અટવાયો છે. મોહનને રાધાની માયા લાગી ગઈ. રાધા પણ સામે એટલી મુસ્તાક હતી. તે એમ એના હાથમાં આવવાથી રહી.
 
                                          મોહને બીજાના વતી રાધાને સંદેશ મોકલાવી જોયો પણ રાધાની ના જ હતી. છતાં, મોહને તેને જોવાનુ, તેને ઝંખવાનુ છોડયુ નહીં. તેની કલ્પના કરવાનુ મુક્યુ નહીં. મોહનના ભાઈબંધ જસવંત અને ગિરિધર રાધાના દૂરના સગા થતા હતા. તેમણે મોહન-રાધાને એક કરવાનો પ્રયત્ન કરી જોયો પણ રાધાએ પોતાનો જવાબ બદલ્યો નહીં. તે એકની બે ન થઈ. મોહને અન્ય સ્ત્રીઓને જોવાનું બંધ કરી દીધું હતું, જે કોઈ છોકરીઓ સાથે પ્રેમસંબંધમાં હતો એ પણ મૂકી દીધા હતા. છતાં, રાધાને એ મેળવી શક્યો નહીં. તેને લાગ્યું તેની કુટેવોના કારણે એ એને ના પાડી રહી હશે. માટે તેણે સાકેત પણ બંધ કરાવ્યો. જેનો ફટકો તેના મિત્રોને પડયો. તેના મિત્રો મોહનના ખર્ચે ખંડેરમાં બેશી નશા કરતા અને સાકેત પરથી દારૂ અને ગાંજાની દાણચોરી કરતા હતા. દાણચોરીમાંથી થતી કમાણી અને દારૂ-ગાંજાનો નશો મળતો પણ બંધ થયો.
 
                                          સાકેતને તાળુ વાગતા તેના ભાઈબંધોનો નશાનો પુરવઠો બંધ થયો. હવે, મોહનનુ નવુ ઠેકાણુ જીતેશ્વરી માતાનો ચોક બની ગયુ. જ્યાં રાધાનુ ઘર હતું, જ્યાં બજાર હતું, મોહન વિલા મોઢેત્યાં પડયો-પાંથરયો રહેતો. રાધા જાણતી હતી આ બધુ કોના માટે થઈ રહ્યુ છે. લોકો પણ જોતા કે શું આ ગાંડપણ ચાલી રહ્યુ છે. ગામના બીજા લોકોએ પણ રાધાને એ નજરથી જોવાનો પ્રયત્ન કર્યો પણ બીજાઓને એવુ કઈ ખાસ રાધામાં દેખાયુ નહીં. બસ, આ જ તો સંવેદન છે પ્રિય વ્યક્તિ માટેનુ. જે ફક્ત એક સાચી અને યોગ્ય વ્યક્તિ જ જોઈ શકે છે. માટે જ પ્રેમ એ ઈશ્વરની પરિભાષા છે. જો તમે માનો તો ઈશ્વર છે બાકી એક પત્થરથી વધુ કઈ નથી.
 
                                          રાધા માટેની લાગણીએ તેને આંતરી લીધો હતો. મોહનની લાગણીઓ રાધા માટે એટલી દ્રઢ થઈ ચૂકી હતી કે ગામની અન્ય કન્યાઓ એ બંને એક થઈ જાય એ માટે માનતાઓ રાખવા લાગી. જે છોકરીઓ મોહનની ઝંખના કરતી હતી એ કન્યાઓ આ બંને માટે ભગવાનને પુજા કરવા લાગી કે ગમે તે કરી આ બંને એકબીજાને -મળી જાય. તે બંને માટે ઉપવાસ કરવા લાગી, તેમના માટે શ્રીફળ વધેરવા લાગી. તે બંને માટે મહાદેવના પાઠો જપવા લાગી. એમના માટે પૂજાઓ કરાવા લાગી. તે કન્યાઓ પણ આના પ્રેમમાં ઘેલી બની ચૂકી હતી. તે કન્યાઓ મોહનને આમ આ હાલતમાં જોઈ શક્તી ન હતી. કેટલી નિર્દોષતા અને નિર્મળતા અને આ કન્યાઓને જોઈતુ હતું તો શું? મોહનનુ સુખ. ભલેને એ સુખ તેને બીજી કોઈ સ્ત્રી પાસેથી મળતુ.
                                                                                
                                          મોહનના ચહેરા પર જે ખુમાર હતો, એ મટી ગયો હતો. તેની આંખોની નિખાલસતા ઉતરી ગઈ હતી. આ કન્યાઓને એ નિખાલસતા-એ ખુમારી પાછી જોઈતી હતી. ભલે એ નિખાલસતા-ખુમારી તેને રાધા પાસેથી મળતી. બસ, એટલુ જ એમને જોઈતુ હતું. નશો કરતા જે તેજ તેના ચહેરા પરથી હટી ગયુ હતું, એ હવે નશો છોડ્યા બાદ પણ પાછુ આવ્યુ નહીં. એની માનસિકતા બદલાઈ રહી હતી, એનુ માનસ બદલાઈ રહ્યુ હતું. તે અંદરથી તૂટી રહ્યો હતો, તલસી રહ્યો હતો, તડપી રહ્યો હતો રાધા માટે. તે બેબાકળો થઈ ચૂક્યો હતો એના માટે.
 
                                          આ તરફ રાધાને કોઈનાથી કશુ જોઈતુ ન હતું. તેને તેના એકાંતથી દિવાનગી થઈ ચુકી હતી. તે બંધાઈ ગઈ હતી આ લોકો-કુટુંબની અને સમાજની ખોખલી લઘુ માનસિકતાની સાંકળે. તેના મા-બાપે તેને આ સાંકળમાંથી મુક્ત કરી દીધી હતી. છતાં, સમાજ-લોકોનો ડર તેને ઉપર ઉઠવા દેતો ન હતો. તેને પણ એ જોઈતુ ન હતું. લાગણીના સંબંધે તેને માત આપી હતી. બીજીવાર કોઇની સાથે સંબંધ બાંધવાની તેનામાં હિમ્મત રહી ન હતી. એ ગલીમાં જવાનુ તેણે હંમેશને માટે બંધ કરી દીધુ હતું. જે તેની બહુ મોટી ભૂલ સાબિત થવાની હતી.
 

*

 
                                          બીજા ત્રણ મહિના આ અવઢવમાં પસાર થયા. છેલ્લા ત્રણ મહિનાથી ગામ આખુ મોહનનુ ગાંડપણ જોતુ હતું. ત્રણ મહિનાથી લોકો માટે રાધા-મોહન ચર્ચાનો વિષય બની ગયા હતા અને મોહન માટે રાધા એક ગહન પ્રશ્ન. દર સાંજે તે તળાવે રાધાને જતા જોઈ રહેતો. નામ ન લેતો, ચેડા ન કરતો, કઈ જ નહીં. ફક્ત ચૂપચાપ તેને જોયા કરતો. રાધાને સામે ચાલી બોલાવાની હિમ્મત તેનામાં ન હતી. અંબાજીથી પાછા આવતા જે પરિચય મેળવ્યો એટલો જ બાકી સામે મોઢે તે આજ સુધી રાધા આગળ કઈ બોલી શક્યો ન હતો.
 
                                          આટલા સમય બાદ તેણે એક નિર્ણય કર્યો જે કઈ હોય તે પૂછી લેવું જોઈએ, સ્પષ્ટ જવાબ મેળવી આગળ વધી જવું જોઈએ. એક સાંજે રાધા તેની પડોશણ સાથે પાણી ભરવા તળાવ તરફ ગઈ. તળાવ નજીક મોહન મા દુર્ગાના મંદિરે રાહ જોઈ રહ્યો હતો. આજે તે એને પોતાના મનની વાત કહેવાનો હતો. રાધા આવી રહી હતી, એને શુ કહેવુ એ વિચારતા મોહન મનમાં શબ્દો ગોઠવવા લાગ્યો. તે વ્યાકુળ થઈ ગયો. સરસ મજાના વાક્યો તેણે ગોઠવ્યા. રાધા એકીટશે મોહનને જોઈ રહી હતી. તે આવી એટલે તેણે વાત શરૂ કરી. મોહનના હોઠ ફફડી રહ્યા, તેના વાક્યો અવાજ બનવા તત્પર થઈ રહ્યા હતા.
 
                                           એક હરફ પણ ઉચ્ચારે એ પહેલા રાધા સામેથી પસાર થઈ ગઈ. મોહન કશુ બોલી શક્યો નહીં. તેના મોઢામાંથી શબ્દો ન નીકળ્યા. હવે, તે પાણી લઈ આવે ત્યાં સુધી તેની રાહ જોવા લાગ્યો. રાધાએ માથે બેડુ મૂક્યુ હતું. તે ચાલતી આવી. મોહન મંદિરેથી તેના માર્ગ આગળ આવ્યો અને તેની સામે ઊભો રહ્યો. રાધા અને તેની પડોશણ બંને ઊભા રહ્યા. મોહનની આંખમાં આંખ મિલાવી તે જોઈ રહી. જે વિચારો સાથે મોહન તેની પાસે ગયો હતો, શુ બનશે તેની કલ્પના કરી હતી તેનાથી જુદુ દ્રશ્ય તેની નજરો સમક્ષ ખડુ થયુ હતું. તે વાસ્તવિકતા અનુભવી રહ્યો હતો. તેની સામે તેણે વિચારેલી કલ્પના ન હતી. રાધા આબેહૂબ સામે ઊભી હતી. અંબાજીના પ્રવાસ પછી લગભગ ૪ મહિના પછી આજે તે એને આટલી નજીકથી જોઈ રહ્યો હતો. સરસ મજાના વાક્યો તેના મગજે ગોઠવેલા પણ રાધાના આવતા વેંત તેની જીભે મગજ સાથે અબોલા કરી લીધા.
 
                                          રાધાની આંખોએ તેને પ્રશ્ન પૂછી લીધો હતો કેમ તેણે એનો રસ્તો રોક્યો? તેની આંખોમાં જે જીવંત હતું, જે વાસ્તવિક હતું, તેની નાડીના, તેના શ્વાસના ધબકારા પુરાવા આપી રહ્યા હતા કે આ પળ જીવંત છે. મોહન આગળ કઈ બોલે એ પહેલા તેના મનમાં આ 3મહિનાની જે પીડાઓ હતી, એનુ મનોમંથન થવા લાગ્યું. આ ઘડીએ, આ પળે જે ઘટના ઘટી રહી હતી એનાથી તેને સમજાણુ કે કેટલુ કઠિન છે આને સમજાવુ. એક લાંબુ મૌન છવાઈ રહ્યુ, કોઈ શબ્દોની ગોઠવણી ન આવડતા, તે એના રસ્તામાંથી ખસી ગયો. રાધા પણ ચાલવા લાગી. તેને ખ્યાલ ન આવ્યો કેમ તે રાધા આગળ મૂંગો બની ગયો?
 
                                          એ કેવા લોકો હશે જે મનની વાત બ્હાર લાવી શકતા નહીં હોય અને યોગ્ય વ્યક્તિ સામે જ વાત મૂકવી કેમ અઘરું બની જાય છે? લાગણીઓની જ્યાં આપ-લે ન થતી હોય એવા સંબંધોમાં ભાવનાઓ મનમાં જામી જાય છે. જેને બ્હાર લાવવાનું મન તો બહુ થતું હોય છે પણ લાવી શકતા નથી. આ વિક્ષેપોથી મનોસંઘર્ષ જન્મે છે. જે વ્યક્તિમાં તણાવ ઊભો કરે છે. એક આશા સાથે મોહન જોઈ રહ્યો કે એકવાર પાછુ વળી તે એની સામે જોશે. જો એટલુ પણ એને મળી જાત તો તેના હ્રદયના ઘાવને રાહત મળી જાત પણ એ રાધા હતી, ન જોયુ એણે.
 
                                          તૂટી ગયો મોહન. જાણે એની છાતી બળી રહી હોય એમ તેને અંદર કળતર થવા લાગી. તેણે પણ સંકલ્પ લીધો હતો આર યા પાર. તે કોઈ અવઢવમાં રહેવા ન હતો માંગતો. તેણે રાધાની આંખોમાં એના માટે સ્નેહ અનુભવ્યો હતો. ખબર નહીં કેમ પણ તે બ્હાર ન હતી લાવી રહી પણ મોહન સમજી ગયો હતો. ઘણી બધી સ્ત્રીઓના અનુભવ પછી તે એટલું જાણી ગયો હતો કે રાધા જેમ જીવી રહી છે એ તેનો સ્વભાવ નથી, આ વલણ તેનું વ્યક્તિત્વ નથી. બીજા દિવસે તે રાધાના ઘરે ગયો. તેના કુટુંબજનો સાથે એની વાત કરવા કે એ રાધાને ચાહે છે. આમ, તેના મા-બાપને કોઈ તકલીફ હતી નહીં પણ આમ આ રીતે દીકરી સોંપવામાં તકલીફ હતી. રાધાના મમ્મી-પપ્પાએ વાંધોવચકો ઉઠાવ્યો કે આ શક્ય નથી. આજે રાધા ગુસ્સામાં બ્હાર આવી.
 
તુ હું હમજે સે તારી જાતને? મને ફેરવીશ તુ? જેમ બીજી સોડીયુને ફેરવસ એમ? (બે ક્ષણ બાદ) હું તુ કરવા માંગસ, મારી હારે રાત નેકારવી સ તાર?” રાધાના છેલ્લા વાક્યથી તેને આઘાત લાગ્યો. જે વાતની તેણે કલ્પના સુદ્ધા કરી ન હતી એવી હલકી વાત રાધાએ કહી દીધી. આજે તે બોલ્યો:
 
                                          “રાધા...ખબર નહીં મુ શુ અનુભવી રહ્યો સુ. બસ, હુ બંધાઈ ગયો સુ તારાહી. તન એમ લાગ સ સેલ્લા ૪ મહિનાથી તારી હારે રાત ગારવા હુ આ બધુ કરી રયો સુ? જગત આખાના વૈભવ મારા બાપાએ મને આલ્યા સ છતાં, હુ અંદરથી ખાલીપણુ અનુભવી રહ્યો સુ. બધુય હોવા છતાં કઈ જ નતુ મારી પાસે. એ પસી મેં તન જોઈ, તારી આંખો જોઈ. તારુ દુખ જાણ્યુ મેં, ‘ને વિચાર્યુ ચમ આ જગતમાં દુખ સ? જગત આખાનો ભાર મને તારી આંખોમાં દેખાયો. તારા શુષ્ક થઈ ગયેલા ગાલ, તારા શુષ્ક થયેલા હોઠમાં મન તારી અંદરનુ ખાલીપણુ દેખાયુ. એ ખાલીપણાએ મને સળગાવી મૂક્યો સ. હુ બધુ કરવા તૈયાર સુ...(ચાર ક્ષણ બાદ) રાધા, તારા માટે. મને બસ તુ જોઈએ સે.”
 
                                          સટાક! કરતો અવાજ આવ્યો. ફેરવીને ફડાકો માર્યો રાધાએ અને બોલી: “હાલતો થા... નેકર આયાંથી.”
રાધા હુ કમી સ મારા માં? હુ નય કરી હક્તો હું તારા માટે? કહી દે મને.” મોહન કરગરયો.
રાધા પાછળ ફરી ચાલવા લાગી. રાધાનો ભાઈ દલસુખ આવ્યો અને તેના મમ્મી-પપ્પાને બોલવા લાગ્યો: “હુ ગોડા થઈ ગયા સો તમે? આ વિધવાને પાહી વરાવી સ? મગજ બગજ હાલે સે કે નહીં! (રાધા ઊભી રહી ગઈ) હાલ એય.. નેકર આયાંહી...” તેણે મોહનને કહ્યુ.
રાધાને મારી બનાયા વગર તો હું નહીં જવાનો અહીથી.” મોહને મક્કમતાથી એના ભાઈને કહ્યુ.
રાધાને ઊભેલી જોઈ દલસુખ બોલ્યો: “... અંદર ઉપડ!” રાધા ચાલવા લાગી. મોહન બોલ્યો: “રાધા... તને વિનંતી કરુ સુ...” આ સાંભળી રાધા પાછળ ફરી અને મોહન તરફ જોઈ રહી. હવે, રાધાનુ મન દ્રવી ઉઠ્યુ. તે ભારે નયને લાચાર બની તેને જોઈ રહી.
 
                                          દલસુખનો પિત્તો ગયો. તેણે મેજ પર પડેલો તાંબાનો લોટો ઉઠાવ્યો અને મોહનના કપાળ પર દઈ દીધો. મોહનના ચહેરા પર સ્મિત આવ્યુ. તેના ઘરે આવતા પહેલા આવુ જ કઈક દ્રશ્ય તેણે  વિચાર્યુ હતું. રાધાને ઊભેલી જોઈ દલસુખ ગુસ્સાથી રાડ પાડી બોલ્યો: “ઊભી હુ રહીસુ, અંદર જા!!!” રાધા અંદર જતી રહી અને દરવાજાની આડસે રડવા લાગી.
 
                                          મોહન આગળ કઈ બોલે એ પહેલા તેના ભાઈએ એને ઢીબવાનુ ચાલુ કરી દીધુ. લોટેને લોટે તેણે મોહનને મૂઢ માર માર્યો. મોહનના ગાલ અને આંખ નીચે ઇજા થઈ. તેને માથામાંથી લોહી નીકળવા લાગ્યું. તેને તમ્મર આવવા લાગ્યા. તેને બોલવુ હતું કે મારે રાધા જોઈએ, પણ દલસુખ તેને ઢીબવા લાગ્યો હતો.
 
                                          “એય બંધ કરો.” રાધાના પપ્પાએ એના ભાઈને કહ્યુ. “તમે બેહી રો!” કહી દલસુખ મોહનની ફેંટ ઝાલી એને ઘરની બ્હાર ખેંચી ગયો. મોહન બોલવા માંગતો હતો કે તે રાધાને લીધા વગર જવા માંગતો ન હતો. બસ, આ શબ્દો હોઠ સુધી આવે એ પહેલા ફરી એના ભાઈએ લોટો નાક પર માર્યો. ઠંગ! કરતો અવાજ આવ્યો. નાકમાંથી લોહી નિકળ્યુ, દાંત હલ્યા, હોઠ ચિરાયો, આંખોમાં લોહી ઊભરી આવ્યુ. હવે, તેને ચક્કર આવ્યા. તે નીચે ઢળી પડ્યો. આડોશ-પડોશના લોકો ભેગા થઈ ગયા. મોહન બેભાન થઈ ગયો એ પછી પણ ધરાઇને દલસુખે એને માર્યો. બરાબરનો માર્યા બાદ પાડોશના ત્રણ-ચાર આદમી નજીક આવ્યા. એણે તેમને કહ્યુ: “નાખ્યાવો લ્યા આને ઉકરડે.” કહી તે અંદર ચાલ્યો ગયો. ચાર જણા ઊચકીને ચોક પાસે લઈ આવ્યા, મોહનને ત્યાં સુવડાયો.
 
                                          બે જણાએ એના ઘા સાફ કર્યા. લોહી સાફ કર્યુ અને તેને હોશમાં લાવવા પ્રયત્ન કરવા લાગ્યા. અરધા કલાક બાદ પ્રત્યુસ અને મોહનના કાકા-બાપાના ત્રણ દીકરા આવ્યા. મોહનને ગાડામાં બેસાડી દવાખાન લઈ ગયા.
 

*

 
                                          દલસુખની કરિયાણાની દુકાન હતી. તે દુકાને બેઠો હતો. પ્રત્યુસ અને મોહનના ભાઈઓએ મોહનની સારવાર ચાલુ કરાવી, ત્યારબાદ ચારેય જણ દલસુખની દુકાને આવ્યા અને તેના પર હલ્લો કરી દીધો. બ્હાર મૂકેલી ઘઉં-ચોખાની બોરીઓ ઊંધી કરી દીધી. તેલ, હળદર અને મરચાના ડબલાને લાત મારી પાડી દીધા. દલસુખ અને તેની દુકાને કામ કરતો માણસ બ્હાર આવ્યા. બ્હાર આવી તે કઈ સામી પ્રતિક્રિયા આપે એ પહેલા પ્રત્યુસે એના માથે લાકડી મારી એને જમીનદોસ્ત કરી દીધો. દલસુખની દુકાનમાં કામ કરતો માણસ ભાગી ગયો. ઊંધું ઘાલી ચારેયે દલસુખ પર લાઠીઓનો ધોધમાર વરસાદ વર્ષાવી મૂક્યો. તેના શરીરનુ એક પણ અંગ મારથી બાકી ન રાખ્યુ. દલસુખ મરણતોલ હાલતમાં આવી ગયો. એનુ શરીર માર ખમી શકે એમ ન હતું. છતાં, ચારેય જડ બની દેવા વાળી કરી રહ્યા હતા. થોડીવાર બાદ ગામના બીજા લોકોએ દલસુખને છોડાવ્યો. ચારેયે દલસુખને મારી મારીને અધમૂઓ કરી નાખ્યો.
 
                                          દલસુખની પત્નીએ તો જાણે બંગડીઓ તોડવાનો વારો આવવાનો હોય એમ ચારેયે ઢીબયો હતો. તે તડફડિયા મારી રહ્યો. દુકાનના એ લોકોએ ગાભા કાઢી નાખ્યા. ચારેય સારી પેટે દલસુખને માર્યા પછી ત્યાંથી નીકળી ગયા. દલસુખને મારવાનુ શરૂ કર્યુ ત્યાં સુધીમાં દુકાને કામ કરતો નોકર તેના ઘરે સમાચાર આપી આવ્યો. એના કુટુંબજનો આવ્યા અને તેને સારવાર હેતુ વૈધ પાસે લઈ ગયા.
 
                                          આ માથાકૂટે મોટુ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું. હવે, આ ઝઘડો બે જ્ઞાતિનો બની ચૂક્યો હતો. એ પછી દલસુખની નાતના લોકોએ પ્રત્યુસ અને જસવંત પર સીમમાં હુમલો કર્યો. બંને જણ રખેપાતમાં ચીલમ ફૂંકી રહ્યા હતા, પાછળથી ૬કે૭ જણ મોઢે બુકાની બાંધી આવ્યા અને દાતરડા વડે મારવાનું શરૂ કર્યું. જસવંત ત્યાંથી ભાગ્યો. ૩ જણ એની પાછળ ગયા. અન્યએ પ્રત્યુસને દાતરડા મારી, મારી નાખ્યો. જસવંત ગમે તેમ કરી ભાગવામાં સફળ રહ્યો અને માંડ માંડ પોતાનો જીવ બચાવી શક્યો અને એક પગ પણ. તે હંમેશ માટે અપંગ થઈ ગયો. એ પછી મોહનના ભાઈએ દલસુખના કાકાના ખેતરમાં આગ લગાડી પાક બાળી નાખ્યો. વચ્ચે એનો કાકાનો દીકરો આવતા, એને પણ આગમાં હોમી દીધો. એના દસ દિવસ બાદ ફરી તળાવ આગળ કોમી ઝઘડાએ બંને પક્ષના એક-એક માણસનો જીવ લીધો, બીજી નાની મોટી તકરારો અને બોલાચાલી થતી રહેતી. આનાથી વધારે હેરાન ગામવાળા થઈ જતા. એ લોકોએ ડરમાં જીવવાનો વખત આવ્યો. દલસુખને સાજા થતા ત્રણ મહિના થયા. છતાં, તે સ્વ-નિર્ભર ન હતો. તેને દરેક કામ માટે એક માણસ રોકી રાખવો પડતો.
 
                                          ત્રણ મહિના બાદ પણ ઝઘડો શમ્યો ન હતો. ગામની બે મોટી કોમ એકબીજાની સામ-સામે આવી ગઈ હતી. હરજીવનદાસ અવાર-નવાર રબારી કોમના માણસો પર હુમલા કરાવી રહ્યા હતા. જેમાં સાપેક્ષ રીતે પોતે કોઈ ભાગ ભજવી રહ્યા નથી એમ દેખાડી રહ્યા હતા. છતાં, લોકો જાણતા હતા તેમની આ બબાલોમાં શું ભૂમિકા રહી હશે. આ તરફ રબારી કોમના માણસોને પણ સામો જવાબ આપવાનો ઝનૂન સવાર રહ્યા કરતો હતો. જેથી મોતના વાદળો દર ૧૦-૧૨ દિવસે સિમ આગળ કે પાદરે ઘેરાતા.
 
                                          વાત પંચાયત સુધી પહોંચી ગઈ હતી. પંચના માણસોએ હરજીવનદાસ અને રાધાના પિતાને એક બેઠકે લાવવાના પ્રયત્નો કર્યા પણ મોહનને જે ક્રૂરતાથી માર્યો હતો અને એ પછી રબારીઓ દ્વારા થતાં સામા પ્રતિકાર જોઈ હરજીવનદાસનું લોહી ઉકળતું હતું. રબારીઓનો ખાતમો કરવા તેમણે પોતાની સંપૂર્ણ દૌલત અને પાવર લગાવી નાખવાની તૈયારી દેખાડી હતી. ગામ આખામાં પંચની અવગણના કરી શકે એવું કોઈ ન હતું પણ હરજીવનદાસનો વટ નોખો હતો. આ વિગ્રહથી તેઓ પોતાની સર્વોચ્ચતા દેખાડવા માંગતા હતા. ગામમાં બતાવી દેવા માંગતા હતા કે એમની સામે થનારને તે ખેદાન મેદાન કરી શકે છે. રોજ ડરમાં જીવતા ગામના લોકોએ પંચ પર દબાણ વધાર્યું. પંચે આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવાનું નક્કી કર્યું. હરજીવનદાસને સમજાવા જવું વ્યર્થ લાગ્યું માટે પંચના સભ્યોએ સીધી વાત તાલુકા ઓફિસમાં મૂકી, તલાટી સાહેબને જાણ થતાં તેમણે હરજીવનદાસ સાથે વાત કરી ગામમાં શાંતિ પ્રસ્થાપિત કરવા ઉદ્દેશ્યુ. તલાટી સાહેબ એવી વ્યક્તિ હતા, જેમની વાત અવગણવી હરજીવનદાસ માટે યોગ્ય ન હતી. કારણ તલાટી સાહેબ હરજીવનદાસના જમીન અને અન્ય લેવડ-દેવડમાં સરળતા પૂરી પાડતા હતા. એક સમયે તો હરજીવનદાસે વિચાર્યું કે માય જાય સંબંધ તલાટી વગર કામ કરી લઈશું પણ આ જાતને સબક શીખવાડયા સિવાય તો નથી જ મૂકવા.
 
                                          ગિરિધરે હરજીવનદાસને વાત આગળ ન વધારવા આજીજી કરી અને કહ્યું કે રાધાને મોહન ખૂબ ચાહે છે, તે એને પોતાની પત્ની બનાવા માંગે છે. જો હજૂપણ રબારીઓ સાથે દુશ્મની રાખી તો દીકરાની ચાહત અધૂરી રહી જશે. રાધા સાથે એનો સંસાર શરૂ નહીં થઈ શકે. આ વિચારથી તેઓ અટક્યા અને સમાધાન માટે રાજી થયા. તેમણે પણ દીકરાના સુખ માટે આગળ વાત લંબાવા માંગતા ન હતા. તેમણે રાધાના પિતા ગોવર્ધનરામ સાથે સમાધાન કર્યુ. મોહન હજુ પણ પથારીવશ હતો. તેને સાજા થતા હજુ વાર લાગવાની હતી. રાજીખુશીથી બંને કોમના વડવાઓએ શાલ ઓઢાડી એકબીજાનુ સન્માન કર્યુ અને હરજીવનદાસે શરત મૂકી દીકરી રાધાને પોતાના ઘરે વળાવાની. દલસુખ તો જોકે, તેની બેનને બીજી વાર પરણાવાના મતનો ન હતો પણ વડવાઓના માન ખાતર અને જે માર પડ્યો હતો એને ધ્યાનમાં રાખી તે મૂંગો રહ્યો. ગોવર્ધનરામે કહ્યુ: “મારે મારી દીકરીને પુસવુ પડશે, ચમકે મોંડ એક વરહ થયુ સ એન પાસા આયે.”
હં...ઈસ્સા હોય તો જ હારુ સ.” હરજીવનદાસ કટાક્ષમાં બોલ્યા અને હસ્યા પરંતુ ગોવર્ધનરામ તેમનો ભાવાર્થ પામી ચૂક્યા હતા.
 
                                          રાધા જેવી જુવાનજોધ દીકરી ઘરે વિધવા બેસી હતી. આ જોઈ ગોવર્ધનરામનું કાળજું કસાતું હતું. એક દિવસ ફરી તેમને દીકરી વળાવાની તો હતી જ પણ ઈચ્છા હતી કે પોતાના સમાજમાં જ ગોઠવે. અત્યારે પરિસ્થિતી જુદી હતી. મોહન-રાધાના પ્રકરણે કોમી સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જ્ઞાતિ-જ્ઞાતિ વચ્ચેનું વેર એકબીજા સાથેની લે-વેચથી જ સમી શકે એમ હતું. બાકી, શાલ ઓઢાડી સન્માન કરવું, ઘરે બોલાવી ચા પાવવી. બધી વ્યવહારોની વાતો હતી. વખત આવતા માણસ વેર વાળવાની ફિરાકમાં જ ફરતો હોય છે અને તક મળતા પોતાના મનસૂબાને પરિણમે છે. આવા તો કેટલાય દાખલા ગામે ગામ મળી રહે છે. આ વાત ગોવર્ધનરામ ઠીક ઠીક જાણતા હતા. વેરથી વેર સમતુ નથી, દીકરી સોંપવાથી, અન્ય જાતિમાં ઘર માંડવાથી આવી વેર વૃત્તિ દૂર કરી શકાય છે. આવા વિચારો સાથે તેમણે ઘરે આવ્યા અને રાધાને વાત કરી.
બાપુ, શુ હુ તમારા મોથે બોજ સુ?” સમગ્ર વાત સાંભળી રાધાએ તેના પિતાને પૂછ્યું.
ના...ના મારા દીકરા. તને આ ઘરમાં જોવસુ તો મારી આંખોને ટાઢક મલ સ. પણ બેટા, મારેય એક બાપની ફરજ પુરી કરવી કે નહીં? આ બધી મોથાકૂટોનો અંત તુ જ લાવી હકુ એમ સુ. ને જો તારે એ ઘેર ના જવુ હોય તોય કોય વાંધો નહીં દીકરા. આપણે ના પાડી દઈશુ.” ગોવર્ધનરામ તેમની દીકરીને કોઈ દબાણ કરવા માંગતા ન હતા. રાધા મૌન રહી.
 
                                          રાધાની મરજી વિના તેમણે એને ક્યાંય વળાવા માંગતા ન હતા. ભલે, પછી એના માટે ગમે તેનો જીવ જતો રહે. હરજીવનદાસ ભલે ગામના માલેતુજાર હોય પોતે પણ કઈ ઓછા રુઆબદાર ન હતા. લડવાનુ થશે તો મારૂ માથું કલમ થઈ જવા દઇશ પણ મારી દીકરીની મરજી વગર કોઈના માટે દુશ્મનના ઘર નહીં વળાવું અને દુશ્મનના ઘરે દીકરી આપીએ અને એ લોકો દીકરીને માનસિક તાણ આપે તો દીકરી વળાવ્યા પછી આપણે શું કરી લેવાના? આ વાતનો વિચાર રાધાને પણ આવ્યો હતો. હરજીવનદાસજીને સભામાં જ ના પાડી દેવા જેવી હતી કે  પોતાની દીકરી નહીં આપે પણ તેઓ રાધાનો અભિપ્રાય જાણવા માંગતા હતા. આમ, તો હરજીવનદાસજીનું ઘર દીકરી માટે ખોટું ન હતું. મોહન જો રાધા માટે એટલી હિમ્મત દાખવી રબારીના ઘરે ખાલી હાથ, હૈયું અને હામ લઈ આવી શકતો હોય તો જરૂર તે રાધાને ચાહતો હશે. બાકી, કોઈ વિધવાને પોતાના ઘરની વહુ કેમ બનાવે? ‘ને એક વિધવાને વહુ બનાવી એને પજવવાનું પાપ કોઈ માણસ નહીં કરે. હરજીવનદાસની છબી પણ ગામમાં સારી હતી એટલે દીકરીનું ભવિષ્ય પણ ત્યાં સારું જ રહેવાનુ હતું પણ જો રાધાની મરજી જ ન હોય પછી બીજા કોઈ વિચાર કરવાનો શો અર્થ? આવતી કાલે હરજીવનદાસજીને ના પાડી આવવાનો તેમણે નિર્ણય કર્યો.
 
                                          રાધા હજૂપણ જયંતિને ચાહતી હતી. જયંતિ અકસ્માતમાં મર્યો હતો. તેણે એની સાથે જિંદગીના સારા-માઠા દિવસો જોયા હતા. તેમની વચ્ચે પ્રેમ હતો, ઉષ્મા હતી. જયંતિને તે પતિથી વિશેષ માનતી. તેને પગે લાગવું, તેના માટે વ્રત કરવા, તેની આરાધના કરવી એને ગમતી. જયંતિ પણ તેને ખૂબ વ્હાલ કરતો. દરેક સારી વસ્તુની ચોક્કસ આયુ હોય છે. માણસો અને સંબંધોમાં પણ એવું જ હોય છે. સંબંધ અને માણસમાં જેટલું ઝડપી આકર્ષણ કે નિકટતા વધે એટલું જલ્દી એ વ્યક્તિ કે એ સંબંધ અપ્રિય થઈ જાય એની સંભાવના વધે છે. બસ, શરૂઆતના આ સમયમાં જો વ્યક્તિ સંબંધને સાચવી લે, તેને નિભાવામાં સફળ નીવડે તો એ સંબંધ મજબૂત બને છે. રાધા આ પડાવમાંથી સફળતાપૂર્વક પસાર થઈ હતી પણ કુદરતને કઈક બીજું જોઈતું હતું. માટે જયંતિને રાધાના જીવનમાંથી દૂર કર્યો. મોહન રાધાને ખૂબ ચાહે છે. આ વાત તે પણ જાણતી હતી પણ તેનો પ્રથમ પ્રેમ જયંતિને ભૂલી જઈ કોઈ અન્ય વ્યક્તિને પ્રેમ કરવો શું જયંતિ સાથે છેતરામણી કરી નહીં કહેવાય? આ વિચારથી તે મોહનનો સ્વીકાર ન હતી કરી રહી. તમારી પ્રિય વ્યક્તિના ગયા પછી શું અન્ય વ્યક્તિનો સ્વીકાર કરવો જોઈએ? રાધાએ એ વિચારમાં રાત ગાળી કે શુ જવાબ આપવો?
 

*

 
                                          સવારમાં હરજીવનદાસના ઘર આગળ રોકકળ ચાલતી હતી. ગામ આખુ ધોળા કપડામાં સજ્જ એમની હવેલી આગળ ઉભુ હતું. બૈરાઑ છાતી પીટતા હતા, રાધાના પિતા ગોવર્ધનરામ પણ ત્યાં ઊભા ઊભા આંસુ સારી રહ્યા હતા. તેની માતા પણ સ્ત્રીઓના પક્ષમાં બેઠી હતી. તેમણે રાધાને આવતી જોઈ. ગોવર્ધનરામ દીકરીને વળગી રોઈ રહ્યા. હરજીવનદાસ કે મોહન એટલામાં ક્યાંય દેખાયા નહીં. રાધા અજાણ હતી. તેને શબ પાસે જાઉ હતું. ગોવર્ધનરામે દીકરીનો હાથ પકડી આગળ જતા રોકી. તેનુ હ્રદય જોરથી થડકી ઉઠ્યુ. નિષેધક એંધાણ તેના મગજમાં આવવા લાગ્યા.
 
                                          રાધા આગળ ચાલી. શબની કોર ટોળુ વળી લોકો ઊભા હતા. તેને આવતી જોઈ લોકોએ જગા કરી આપી. શબ નજીક હરજીવનદાસ હૈયાફાટ રડી રહ્યા હતા. આ જોઈ આપોઆપ રાધા રુદન સાથે ચીસ પાડી ઉઠી. આંખોમાંથી ટપોટપ અશ્રુઓની હાર નીકળી ઉઠી. તે ધ્રૂજતા, રડતા અને લથડતા પાસે આવી. નનામી પાસે બેશી અને...
 
                                          તેની આંખો ખૂલી ગઈ. સવારના ૧૦ વાગી જવા આવ્યા હતા. હમણા નીંદરમાં જે દ્રશ્ય તેણે જોયુ હતું, એ યાદ કરતા તેનુ હ્રદય ફફડી ઉઠ્યુ અને પોતાને કોસવા લાગી. આવો વિચાર કરવા માટે. એની આંખો પરથી લાગતુ હતું કે ઊંઘમાં પણ એ વિચારથી તે રડી હશે. તેણે મોહનને દેખે ઘણો સમય થઈ ગયો હતો. તે એને મળવા માંગતી હતી. નાહી-ધોઈ તૈયાર થઈ મોહનના ઘર તફફ ગઈ.
 
                                          આજે એક વર્ષ પછી તે શૃંગાર કરી રહી હતી. પહેલા એના પૂર્વપતિ માટે અને આજે મોહન માટે. એક વર્ષ બાદ તેણે ચાંદલો કર્યો હતો અને તેને તેના સાજનની યાદ આવી ગઈ. કેવુ તે ટીકો કરતી ત્યારે એ તેને તેડી લેતો અને ચહેરા પર ચુંબનોનો વરસાદ કરી મૂકતો. તેના ચહેરા પર જે ચમક આવી હતી, આંખોમાં જે તેજ હતું, મોઢા પર પાછુ ફરેલુ એ સ્મિત જે પહેલા એના પતિના કારણે આવતુ હતું, એ આજે આવ્યુ પણ એની યાદ આવતા એ સ્મિત અદ્રશ્ય થઈ ગયુ. આયના સામે ઊભેલી એની કાયા પાછળ જાણે એનો પતિ તેને તેડીને વ્હાલ વરસાવતો હોય એમ તે એકીટશે એ દ્રશ્ય જોઈ રહી અને જયંતીનુ સ્મરણ કરી રહી. તે દ્રશ્યમાંથી સજાગ થઈ. એણે કરેલો ટીકો, લાલી, કાજળભરી આંખોથી જે રૂપ નિખર્યુ હતું, એની મનોહરતા એની દ્રષ્ટિએ ઓછી થઈ ગઈ, તેની આંખે ઝળઝળિયા આવી ગયા પણ તે પહેલા કરતા વધારે મનમોહક લાગી રહી હતી. મનમાં આવતા વિચારોને ખાળી તે મોહનના ઘર તરફ ભણી.
 
                                          રાધા મળવા આવી છે, એ સમાચાર મળતા મોહન ખુશ થઈ ગયો. ત્રણ મહિનાથી તે પોતાના ઓરડા-પરસાળની બ્હાર ન હતો આવ્યો. આજે તે નીચા મજલે આવ્યો રાધાને મળવા. તેની આંખે હજુ પણ સોજો ઉતર્યો ન હતો. ક્યારેક સોજો ઉતરી જાય તો ક્યારેક પાછો ચઢી જતો. તેના હોઠ સરખા થઈ ગયા હતા, તેનુ નાક થોડુ ત્રાંસુ લાગી રહ્યુ હતું અને કપાળે હજુ પાટો બાંધ્યો હતો. તેણે રાધાને જોઈ તેના ચહેરા પર સ્મિત આવ્યુ. તે એની પાસે આવ્યો. ઘરના બધા માણસો આ મેળાપ જોઈ રહ્યા હતા કે જે માણસ છેલ્લા ત્રણ મહિનાથી પલંગ નીચે પગ ન હતો મૂકતો. એ આજ ચાલતો રાધાને મળવા આવ્યો છે. માટે જ તે બંને વાત શરૂ કરે એ પહેલા દિવાળીબા બોલ્યા:
 
અરે વાહ...આ સોડીમાં તો ગજબનો જાદુ સે, ઘરમાં પગ મેલયો એ ભેગા જ મારા કીકાને હાજો કરી દીધો.” કહી હસવા લાગ્યા. ઘરના નોકર ચાકર, હરજીવનદાસ અને બીજા એક-બે માણસો બેઠા હતા. જે આ સાંભળી હળવુ હસવા લાગ્યા.
બા...” હળવી નારાજગી દાખવી તે બોલ્યો.
હા ભઈ હવે, નૈ બોલતી બસ પણ મારી દીકરીને પાંહે તો લાવ મારી, એને અંદર બોલાવ.” દિવાળીબાએ કહ્યુ.
આવ અંદર.” વ્હાલથી રાધા સામે જોઈ તે બોલ્યો.
 
                                          રાધા બધાને મળી વાતચીત કરી. જે પૂર્વગ્રહ બાંધ્યા હતા એના કરતાં જુદું દ્રશ્ય અહી હતું. બધાએ પ્રેમથી તેને આવકારી અને ખૂબ જ વિશેષ વ્યક્તિની જેમ એને માન આપ્યું. પોતાના દીકરાને ક્રૂરતાથી મારનાર વ્યક્તિની આ બેન છે અથવા તો પોતાની દુશ્મન કોમની આ કન્યા છે, એવા પૂર્વગ્રહ મૂકીને એક વ્યક્તિ તરીકે તેમણે રાધાનો સ્વીકાર કર્યો. મોહનના સુખ માટે કોઈ રાધા સાથે દુર્વ્યવહાર કરવા માંગતા ન હતા. દિવાળીબાએ પણ પોતાની વહુ થવાની છે એમ સ્નેહપૂર્વક તેના માથે હાથ ફેરવ્યો અને છાતી સરસી ચાંપી. તે જેને મળવા આવી હતી, એને પણ તેને મળવુ હતું પણ અહી નહીં. હરજીવનદાસજીને પગે લાગી તે મોહન પાસે આવી. મોહન તેને એના ઓરડામાં લઈ જઈ વાત કરી. મોહને આજે પૂછી લીધુ કે તે એની સાથે લગ્ન કરવા રાજી છે કે નહીં? રાધાએ તેનો સ્વીકાર કર્યો. બસ, હવે તે લોકો રાહ જોઈ રહ્યા હતા મોહનના સાજા થવાની. એ પછી બંને એક થઈ જવાના હતા.
 
                                          રાધા રોજ તેની ખબર કાઢવા આવતી. તે ઘરમાં સહુની સાથે હળી-મળી ગઈ હતી. તેને મળવાથી મોહન જલ્દી સાજો થઈ રહ્યો હતો. એક દિવસ બંને વાત કરી રહ્યા હતા.
રાધા... મોહન... રાધામોહન... રાધા અને મોહન... રાધે-મોહન. તે બોલી અને હસવા લાગી. “આપણુ નામ ચેવુ મલે સે નૈ? રાધેમોહન. ભગવાનની જેમ.”
હા.” મોહન બોલ્યો.
પણ રાધા અને મોહન તો એમ કહેવાય સે કે બે શરીર અને એક જાન સ અન આપણે બંને તો અલગ અલગ સીયે.” રાધા બોલી.
કુણે કીધુ આપણે અલગ સીયે? આપણે એક જ સીયે.” મોહને કહ્યું.
એમ? ચઈ રીતે?”
આમ આવ બતાવુ.” કહી તેણે રાધાને પોતાની બાથમાં ભરી લીધી અને કહ્યુ હવે તો આપણુ શરીર એક થઈ જ્યુ ને?” રાધા કાઇપણ બોલ્યા વગર એ ક્ષણમાં ખોવાઈ ગઈ.
 

*

 
                                          આ રીતે બીજા ત્રણ મહિના પસાર થઈ ગયા. મોહનની બધી કુટેવો છૂટી ગઈ હતી. હવે તે ફક્ત રાધામય બની રહેવા માંગતો હતો. આ વાત તેના મિત્રોને ગમે એવી ન હતી. દારૂ-ચીલમ તો મળતી બંધ થઈ જ ચૂકી હતી અને સાકેત બંધ કરાવ્યા બાદ દાણચોરી પણ. હવે આ મુશ્કેલીનુ નિવારણ એમણે વિચારવા લાગ્યા. મોહને સાકેતમાં જ્યાં તબેલાની જગ્યા હતી ત્યાં સમારકામ કરી ૧ થી ૪ ધોરણ માટે નિશાળ શરૂ કરવાનું વિચાર્યું.
 
                                          જસવંત-ગિરિધરે તેને વિનંતી કરી સાકેત બંધ ન કરે પણ મોહને નિર્ણય કરી લીધો હતો. સાકેતમાં હવે શાળાનું નિર્માણકાર્ય શરૂ થયું હતું. લગ્ન પછી તે રાધા સાથે સાકેતમાં સંસાર માંડવાનો હતો. તેણે નિર્ણય બદલ્યો નહીં. રાધાએ સાકેતને બંધ રખાવા કહ્યુ હતું. તેનુ માનવુ હતું કે સાકેત બંધ રહેવાથી મોહનની જિંદગી બદલાઈ શકે તો ચોક્કસ તેના મિત્રો પણ સીધા પાટા પર આવી જાય. આ વાત તેણે મોહનને કહી ત્યારે મોહનને પણ એવુ કરવુ યોગ્ય લાગ્યું. માટે પોતાના મિત્રો માટે તેણે સાકેતને પૂર્ણાહુતિ આપી દીધી.
 
                                          આ તરફ એના મિત્રો ઉંધુ વિચારતા હતા. એક રાત જસવંત અને ગિરિધર દારૂ પીવા બેઠા હતા:હાળો, બૈરી ઘેલો થઈ જ્યો સ, પૈણ્યા પેલા જ.” જસવંત બોલ્યો.
ઈ પેલી હરામજાદીએ બધુ કર્યુ સ, મારી હારીએ હું મંતર માર્યુ સ ઈના પર કઈ ખબર નૈ પડતી.” ગિરિધર બોલ્યો અને દારૂનો ઘૂંટ માંડ્યો. થોડીવાર બાદ તે બોલ્યો: “હુ શુ કવસુ, આપણે દાણા જોવરાવવા સ? મન લાગસ કે પેલીએ કઈક પીવરાઈ દીધુ સ આન.”
પીવરાયુ-બિવરાયુ કઈ નહીં, પેલાના આંટા આઈ રયા સ. માર એનુ કઈક કરવુ પડશે.”
શુ કરવુ પડશે એનુ?”
એ તુ જો... જારે પેલી વિધવા રોણ્ડ નતી તાર પેલો આપણી ભેગો હતોન?”
હોવ, હોવ.”
તો જારે હવે ઈ નય હોય તારે પાસો ઈ આપણી ભેગો થઈ જવાનો.”
તુ હું કેવા માંગસ?”
ગિરિયા... હુ હું કેવા માંગુ સુ અન હું કરવા માંગુસુ એ તુ હારી પેટે જાણસ. બસ તુ જોતો જા.” ગિરિધર તેને સાંભળી રહ્યો.
 
 
                                          દિવસે-દિવસે મોહનની તબિયત સુધરી રહી હતી. આવતા વર્ષના ભાદરવા મહિનાનુ લગ્નનુ મુહૂર્ત આવ્યુ. હજુ ૯ મહિનાની વાર હતી. મોહન સાજો થયા પછી એક નવો જ માણસ બની ગયો હતો. નશાથી તેને હવે દૂરના સબંધ પણ રહ્યા ન હતા. રાધા સિવાય અન્ય કોઈ સ્ત્રી પર તેની નજર ઠરતી નહીં. મોહન એને મેળવ્યા પછી પણ એને જોવાનુ ચૂકતો નહીં. તે પાણી ભરવા ગઈ હોય ત્યારે તળાવે અને બજારમાં નીકળી હોય ત્યારે ચોકમાં તે એને નીરખી રહ્યો હોય. રાધાની બેનપણીઓ ક્યારેક તેને મીઠું મેણું મારતી. રાધા ચૂપચાપ શરમાતી જતી રહેતી.
 

*

 
                                          એ પછી માગસર આવ્યો અને આંગણિના વેઢે ગણાય એમ પસાર થઈ ગયો. પોષમાં ગરમી ચાલુ થઈ ગઈ અને મહામાં સુરજ તપવા લાગ્યો, કેરી ખાતા ફાગણ નીકળી ગયો અને ચૈત્રમાં ખેડૂતોએ વાવણી કરી નાખી. વૈશાખમાં મેઘરાજ વરષ્યા-વરસાવિત્રીના વ્રતો ચાલુ થયા. મોહને રાધા સાથે વ્રતો પૂરા કર્યા. એ પછી જેઠ આવ્યો અને મોહન-રાધાની કંકોત્રી લખાઈ. હવે, રાધા લગ્ન પહેલા મોહનને જોઈ શકે એમ ન હતી. જેનાથી મોહન થોડો ખિન્ન રહેતો. અષાઢમાં દિવસો નીકળવા બેઉ માટે કપરા થઈ ગયા કારણ આવતા મહિનાની ૧૮મીએ લગ્ન હતા. ૩૦-૩૦ કલાકનો એક-એક દિવસ હોય એમ અષાઢ પસાર થયો અને નમણો ભાદરવો આવ્યો.
 
                                          બધાને કંકોત્રી વહેંચાઈ ગઈ. પૂર્વ-તૈયારીઓ પૂરી થઈ, ગણેશ સ્થાપના કરી દેવામાં આવી હતી. મોહન માટે સમય પસાર કરવો કપરો થઈ ગયો. છતાં, લગ્નવાળુ ઘર હતું માટે અન્ય પ્રવૃતિઓમાં તે જોડાયેલો રહેતો. ગિરિધર અને જસવંત ૨૪ કલાક મોહન સાથે રહેતા. માટે તેની ક્ષણે ક્ષણની હિલચાલની ખબર બંનેને હતી. જસવંત-ગિરિધર રાધાના દૂરના સગા થતા હતા. માટે ગિરિધર રાધા-મોહનના સંદેશાવાહકનુ કામ કરતો અને જસવંત બંને પક્ષના લગ્નની તૈયારીમાં પણ જોડાતો.
 
(લગ્નની આગલી રાતે)
 
                                          લગ્નની આગલી રાતે જસવંતે સંદેશાવાહકની ભૂમિકા પૂરી કરી. તે રાત રાધાના ઘરે જસવંત રોકાયો. મોહને તેને એની પાસે રહેવાનો આગ્રહ કર્યો હતો પણ તેણે કહ્યુ: “અરે હવે તમે અમારા જમાઈ થવાના. મારે જાન લઈ અમારી દીકરીના ઘેર નો અવાય.” એમ કહી તે નીકળી ગયો. તે અને ગિરિધર બંનેની હિલચાલનું ધ્યાન રાખી રહ્યા હતા. જતાં પહેલા જસવંતે ગિરિધરને સાવધ રહેવા કહ્યું અને આવતી કાલની યોજનાની રૂપરેખા સમજાવી. જસવંતના ઘર પાસે રહેતો રઘો અને પઢિયાર પણ તેમની યોજનામાં જોડાયા હતા. યોજનાની ચર્ચા કરી બધા છૂટા પડ્યા. તે રાત પઢિયાર જસવંત સાથે રાધાના ઘરે રોકાયો. ગિરિધર અને રઘો મોહન પાસે રહ્યા.
 
                                                            (લગ્નના દિવસે)
 
                                          આ જ આંગણે રાધા બીજી વાર વિદાય લેવા જઈ રહી હતી. તે થોડી ભાવુક થઈ ચૂકી હતી, આજે પણ તેને તેના પૂર્વ પતિની યાદ આવી રહી હતી, વિચારતી હતી કે શુ જયંતિ આ જોઈ ખુશ હશે કે હુ બીજાની સાથે પરણી રહી છુ એ પસંદ નહીં પડે? આવા વિચારોમાં તે મગ્ન હતી. તેને યાદ આવ્યુ, આજે તેણે ચોરીમાં પહોંચતા પહેલા તળાવ પાસે આવેલા મા આરાસુરવાળીના મંદિરે દર્શન કરવાના હતા. જસવંતે રાત્રે કહ્યુ હતું કે મોહનની ઈચ્છા છે કે તે મા દુર્ગાને પગે લાગી ચોરી પર આવે. રાધા જાણતી કે મા સાવિત્રીનો મોહન ભક્ત હતો માટે તેની આ વાંછના પૂરી કરવા તે તેની માસીની દીકરી સાથે મંદિર ગઈ. લગ્નના પાનેતરમાં સજ્જ તે સાક્ષાત દેવી જ લાગી રહી હતી. તે તેની માસીની દીકરી મિરુ સાથે નીકળી હતી.
 
અત્યારે નેકરવુ જરૂરી હતું?” તેની બેને પૂછ્યુ.
તારા જીજુની ઈચ્છા હતી કે માને દીવો કરી ચોરીમાં આવુ, માટે.”
 
                                          બંને મંદિર પહોંચ્યા. માના પગ આગળ તેણે દીવો કર્યો અને પ્રાર્થના કરી. બધાના દુખ હરવાવાળી મારી મા... તે મારૂ દુખ હરી લઈ, આજે મને નવુ જીવનદાન આપ્યુ છે, જે માટે હુ હંમેશા તારી ઋણી રહીશ. મારા ઉજ્જડ થઈ ગયેલા બાગમાં આજ તારે કારણે પ્રેમની કૂંપણ ફૂટી છે. એ માટે હુ જુગજુગ સુધી તને હમેશને નમુ છુ. મા તારો ઉપકાર માનુ એટલો ઓછો છે. બસ, એક પાપની લાગણી મને સતાવી રહી છે. જયંતિના પછી ફરી કોઈકના નામનુ સિંદુર મારા માથે હુ ભરવા જઈ રહી છુ. મને એમ થાય કે શુ હુ આ ખોટુ કરી રહી છુ? (તેની આંખો ભીની થઈ) જ્યાં સુધી હુ વિચારી શકુ છુ, સમજી શકુ છુ. મને એવુ નથી લાગતુ. કદાચ જો જયંતિ પણ મને ક્યાંકથી જોતો હશે તો જરૂર એ ખુશ થતો હશે, મા... એણે કહ્યુ હતું કે મારી દરેક ખુશીમાં એ સહભાગી રહેશે. તો હેં મા, આજ મારી ખુશીમાં એ ખુશ હશે ને? બસ આ જ એક પ્રશ્નનો ઉકેલ નથી મળતો મને. પણ હુ જાણુ છુ તુ બધા સારાવાના કરી દઇશ. પ્રણામ મા.” મંદિરની પ્રતિમાને નતમસ્તક કરી તે ઊભી થવા જઈ રહી હતી ત્યાં પાછળથી કોઇકે તેના માથે લાકડાનુ ખપાટિયુ માર્યુ. તેની મીંઢળ તૂટીને નીચે પડી. તેને ચક્કર આવી ગયા.
 

*

 
                                          જાન રાધાના આંગણે આવી ગઈ હતી. કાળી ઘોડી પર મોહન શેરવાનીમાં સજ્જ માથે લાલ સાફામાં મહારાજા જેવો લાગી રહ્યો હતો. રાધાની માએ પુજા કરી જમાઈરાજા અને જાનૈયાઓનુ સ્વાગત કર્યુ. ઘરમાં રાધાની શોધખોળ ચાલતી હતી. ચોરીમાં મોહન બિરાજમાન થયો. પંડીતે વિધિ શરૂ કરી દીધી હતી. વિધિ દરમિયાન બે વાર પંડીતે બૂમ પાડી પૂછ્યુ હતું. કન્યા તૈયાર? જેનો કોઈ પ્રતિઉત્તર આવ્યો નહીં. દલસુખ, ગોવર્ધનરામ અને અન્ય કુટુંબજનો અરસપરસ શોધખોળ કરી રહ્યા હતા. મોહને જોયુ કે જાન નીકળી એ પછીથી તેણે ગિરિધરને જોયો ન હતો. જસવંત અહી રાત રોકાયો હતો. એ પણ દેખાઈ રહ્યો ન હતો.
 
                                          તેની માસીની બીજી દીકરીએ દલસુખને જણાવ્યુ કે કાલ રાતે દીદી કેતીતી કે એન જીજુએ મા દુર્ગાને દીવો કરવાનુ કહ્યુતુ અન પસી જ ચોરીમાં આવવાનુ કીધેલુ, માટે દીદી અને મિરુ પાદરે મા દુર્ગાના મંદિરે દીવો કરવા ગયા સ.” દલસુખે તેના કાકાના છોકરા હીરૂને તળાવ બાજુ મોકલ્યો: “હીરૂ, ફટાફટ ઘોડો લઈ ત્યાં જા અન બેનન લેતો આય. મોડુ ના કરતો જા ઝટ.” હીરૂ રમરમાટ ઘોડા પર સવાર થઈ ભાગ્યો.
 
અરે કન્યા તૈયાર સે કે નહીં?” રાડ નાખી પંડીતે કહ્યુ.
હા, આવે સે થોડીવાર માં!” રાડ નાખી દલસુખે જવાબ આપ્યો. રાડા-રાડ સાંભળી બધા એને જોઈ રહ્યા. બે ક્ષણ રહી શાંતિથી ચોખવટ આપતા તે બોલ્યો: “અમારા લાડલા જીજાજીએ બેનને તળાવ વારા અંબેમાએ દીવો કરવાનુ કહ્યુ સે તો તે ત્યાં ગયા છ.”
મોહનના ચહેરા પર સ્મિતની અનુપસ્થિતિ છવાઈ: “મેં એને નથી ચ્યાય જવા કહ્યુ.”
દલસુખ પણ ગંભીર થઈ ગયો. તેણે ચકુને બોલાવી. બધાની સામે પુછ્યુ: “ચકુ, દીદીને પાદરે દીવો કરવાનુ કુણે કીધુતુ?”
જીજાજીએ.” સ્મિત સાથે તેણે જવાબ આપ્યો.
કોણે આ વાત કીધી તને?”
કાલે જસુકાકા દીદીને કેતાતા કે જીજાજીએ કેવરાવ્યુ સે કે પાદરે દીવો કરતા આવ.” ચકુ બોલી. બધા મોહન સામે જોઈ રહ્યા. મોહનને સમજાયુ નહીં કે શુ ચાલી રહ્યુ હતું. “ક્યાં સે જસુ, કાલ રાતનો અહીંયા પડી રહ્યોતોને?” તે ગુસ્સાથી બોલ્યો. એટલામાં હીરૂ પાછો આવ્યો. તેણે દલસુખને કાનમાં સમાચાર આપ્યા: “નથી ત્યાં કોઈ.” મોહન ચોરીમાંથી ઊભો થઈ ગયો.
 
                                          મોહન, દલસુખ, હીરૂ અને બીજા ત્રણ જણા ઘોડા લઈ તળાવ તરફ ભાગ્યા. ત્યાં તેઓએ તપાસ માંડી. એટલામાં ક્યાંય તેમને યોગ્ય પગેરૂ મળ્યુ નહીં. મા વિષ્ણુમાયાની તે નાનકડી મેડી હતી. જેને થોડી ઉપર ચણવામાં આવી હતી. માટે ઉપર ચઢવા/ઉતરવા મોટો પથરો આગળ મૂક્યો હતો. તેની વચ્ચેની સાંકડી જગ્યામાં મોહને જોયુ, એક મીંઢળ પડી હતી. પથરો સહેજ હટાવી એણે મીંઢળ કાઢી. જેના પર નામ કોતર્યુ હતું મોહન. તેનુ હ્રદય થડકી ઉઠ્યુ કે મીંઢળ આમ કેવી રીતે પડી હશે? શોધખોળ કરતા તેઓ બધી દિશા ફરી વળ્યા. તળાવથી આગળ, સીમમાં, ગામ તરફ, અંતે સ્મશાન તરફ તપાસ કરવા બધા ગયા. સાકેત આગળ પહોંચતા દલસુખે ઘોડો ધીમો પાડ્યો. દલસુખને ઉભેલો જોઈ મોહને બૂમ નાખી: “હાલો... ફટાફટ.”
કુમાર...” દલસુખે બૂમ પાડી. મોહને સાંભળી નહીં. તેણે મોહન પાછળ ઘોડો દોડાવી ફરી બૂમ નાખી: “ઑ કુમાર...” આ વખતે તેણે સાંભળ્યુ. તે ઊભો રહ્યો.
અત્યાર હવેલીમાં કુણ સ?”
કઈ હવેલીમાં?”
... સાકેતમાં.”
સાકેતમાં ! કોઈ નય. ચાવી તો ઘેર પડી સ.”
 
                                          આ સાંભળીબે ક્ષણ દલસુખ પૂતળું બની ચોટી ગયો. તેણે ઝડપથી સાકેત તરફ ઘોડો ભગાવ્યો. મોહન પણ એની પાછળ દોડયો અને પુછ્યુ: “કાં? હું થ્યું?” મોહનના મનમાં ફફડાટ પેસી ગયો.
અંદરનો કમાડ ખુલ્લો સ.” કહેતા વધુ ઝડપથી તે સાકેતમાં પ્રવેશ્યો.
 
                                           દલસુખ સૌથી પહેલા પ્રાંગણમાં પ્રવેશ્યો. ફટાફટ ઘોડા પરથી ઉતરી તે અંદર પેસ્યો. તેની પાછળ મોહન આવ્યો અને પછી બીજા કુટુંબવાળા આવ્યા. મોહનનુ હ્રદય જોરથી ધબકી રહ્યુ હતું. તે નીચે ઉતર્યો અને મુખ્ય દરવાજા આગળ આવ્યો. એટલી વારમાં દલસુખ દોડતો બ્હાર આવ્યો અને ઓકવા લાગ્યો. આ જોઈ મોહન થથરી ઉઠ્યો: “હું થયુ દલસુખભઈ?” દલસુખ બે ક્ષણ માટે બોલી ન શક્યો. મોહને તેના વાંસે હાથ ફેરવ્યો. તેણે ફરી પૂછ્યુ: “હું થયુ દલસુખભઈ?દલસુખની છાતી ફાટુ-ફાટુ થઈ રહી હતી. દોડવાના કારણે તે હાંફી રહ્યો હતો.
અંદર... (ચાર ક્ષણ બાદ) તુ અંદર જા!” તેણે મોહનને કહ્યુ.
થયુ હું?”
જા ને અંદર, બેયના પંડે કપડુ મેલ.” રાડ નાખી મોહનને અંદર ધસેલતા દલસુખ બોલ્યો.
 
                                          બ્હાર પરિવારના બીજા આદમીઓ આવી ગયા. એમણે પૂછ્યુ: “અંદર હું સે?” દલસુખ ઘૂંટણે હાથ ટેકવી આંસુ સારી રહ્યો. એક પરિવારજન અંદર જતો હતો. ત્યાં દલસુખે એને રોક્યો: “પેલાને ઉપર કપડુ ઢાંકી લેવા દે.” આ વાક્ય સાંભળતા તેના પરિવાર વાળા થરથરી ઉઠ્યા.
 
                                          મોહને અંદર જઈ જોયુ. તેણે માથા પરથી સાફો ઉતાર્યો, તેની આંખોમાં ઝળઝળિયા આવી ગયા. ફરસ ઉપર નગ્ન અવસ્થામાં બે લાશ પડી હતી. બંનેના માથે કશીક ભારેખમ વસ્તુથી માર મારવામાં આવ્યો હતો. ત્યાંથી ઘણુ લોહી નીકળી ગયુ હતું. ગળા પર તીક્ષ્ણ વસ્તુથી કાપા મારવામાં આવ્યા હોય એવુ લાગતુ હતું. અંદરના કમાડના છેડે રક્ત અને ધૂળથી મેલુ પાનેતર પડ્યુ હતું. ૧૫ વર્ષની મિરૂના કપડાં અણઘડપણે ફાડવામાં આવ્યા હતા. તેની કમરે અને ખભા પર નખના ઉઝરડા દેખાઈ રહ્યા હતા. મોહન સાંવેદનીક પ્રતિક્રિયા આપે એ પહેલા તેણે બંનેના પંડ પર કપડા ઢાંક્યા. દલસુખ અને બીજા કુટુંબવાળા અંદર આવ્યા. હીરૂ અને જોડે આવેલા કિશોરને ઘરે સંદેશો મોકલવા પાછો વાળ્યો.
 
                                          દલસુખ હૈયાફાટ રૂદને એક પછી એક બંને બહેનોને વળગી રડી પડ્યો. તેના રુદનની ચીસથી આખો ખંડેર થથરી ઉઠ્યો. બીજો એક જણ ખંડેરનુ અને શબની આસપાસ નિરીક્ષણ કરવા લાગ્યો. બીજા બંને દલસુખને સાંત્વન આપી રહ્યા, મોહન શૂન્યમનસ્ક થઈ રાધાનો મૃત ચહેરો જોઈ રહ્યો. શુ પ્રતિક્રિયા આપવી કે શુ બોલવુ એવો કોઈ નિર્ણય તેનુ મગજ ન કરી શક્યુ. તે જમીન પર ફસડાઈ પડ્યો અને બસ રાધાને જોઈ રહ્યો.
 
                                          થોડીવારમાં ગ્રામજનો અને લગ્ન માટે આવેલા મહેમાન બધા સાકેત આવી પહોંચ્યા પરંતુ કોઈને અંદર જવા દેવામાં ન આવ્યા. બધાને બ્હાર ઊભા રાખ્યા. પોલીસ આવી અને આગળની કાર્યવાહી શરૂ કરી. બ્હાર રોકકળ ચાલુ થઈ ગઈ હતી. પોલીસે પૂછપરછ શરૂ કરી.
 
આ હવેલીની ચાવી તમારી પાસે રહે છે મોહનભાઇ. તો અહી કોણ આવ્યુ હોય શકે. તમને કોના પર શંકા છે?”
બે મોણસ. ગિરધર અને જસવંત.” હજુ તેની નજરો શૂન્યમનસ્ક હતી.
આવુ કરવાના કોઈ કારણ અંગે તમે અંદાજો લગાવી શકો છો?”
બીજી પળોજણમાં પડ્યા કરતા તેણે સાફ સાફ કહ્યુ:
આ કોઈ બે જણનુ કોમ નહીં. આ કરવા પાસર ચારથી પોંચ જણ હોવા જોઈએ. બે નામ મેં તમોન આલી દીધા. બીજા તમે હોધી પાડજો... જો પાડી હકો તો. ચમકે મારા હાથમાં આ એકેય આવશેન પહી તમાર એકેય નામ હોધવાની તસ્દી નય લેવી પડ.” તેની આંખો નિસ્તેજ હતી. જાણે કોઈ પીડા થઈ રહી ન હોય એમ તે વર્તી રહ્યો હતો.
 
                                          મોહન ત્યાંથી ચાલ્યો ગયો. આખુ ગામ શોકમાં ડૂબી ગયુ. હરજીવનરામની આબરૂના કારણે લોકોએ માન ખાતર એ દિવસે બજાર બંધ રાખ્યુ. મોહન સૌથી પહેલા જસવંતના ઘરે ગયો. ત્યાં તાળુ લગાવેલુ હતું. એ પછી તે ગિરિધરના ત્યાં ગયો. એનુ ઘર પણ બંધ હતું. મોહન જાણતો હતો એવી બધી જગ્યા એ અને આખા ગામમાં ફરી વળ્યો હતો પણ તેને જસવંત કે ગિરિધરનુ ઠેકાણુ મળ્યુ નહીં. બીજા દિવસે દવાખાનાથી શબ પાછા આવ્યા. રડી રડીને સ્ત્રીઓની આંખો સોજાઈ ગઈ. હૈયાફાટ મરસિયા ગાઈ કંઠપેટીને ખોખરી કરી નાખી અને વિધિવત રીતે બંને દીકરીઓને કમને અશ્રુભીની વિદાય આપી. તેમની અંતિમક્રિયામાં ગામના વડીલો સહિત આજુબાજુના ગામના સરપંચો, પોલીસ અધિકારીઓ, કલેક્ટર અને ગામ આખુ હાજર રહ્યુ હતું. સમગ્ર તાલુકો એમના દુખમાં ભાગીદાર બન્યુ. બે દિવસ અન્નનો એકેય કોળિયો કે પાણીનુ એક ટીપુ મોહનના ગળા હેઠે ઉતર્યુ નહીં. તેણે તેના સૌ માણસોને શોધખોળ પાછળ લગાવી દીધા. તદુપરાંત પોલીસ પણ શક્ય એટલી ઝડપી તલાશ કરી રહી હતી.
 
                                          એ પછીના અઠવાડીયાથી બાજ નજરે મોહન દુશ્મન કરતા પણ દુષ્ટ એવા તેના ભાઈબંધોને શોધવા લાગ્યો. તે જાણતો હતો જસવંત-ગિરિધરને દાણચોરી સીવાય કઈ કામ આવડતુ ન હતું, માટે એમનુ પગેરૂ મેળવવા તે ના છૂટકે દાણચોરીના ધંધામાં પડ્યો. લોકો ચકિત થઈ ગયા હતા કે હજી રાધાને ગુજરી ગયે ૧૦ દિવસ પણ નથી થયા અને મોહને દાણચોરી ચાલુ કરી દીધી. આસપાસના ગામમાં પણ આ ખબર પહોંચી ગઈ. ચાર દિવસ બાદ જ્યારે બંનેને જાણ થઈ ત્યારે જસવંતે ગિરિધરને સાકેત પર મોકલ્યો વાત કરવા સાકેત પર મોહન એકલો હતો. સાંજે ગિરિધર શસ્ત્રસજ્જ થઈ આવ્યો. મોહનને મળી તે એને ગળે લાગ્યો.
 
જોયુ... જસ્યો હાચુ કેતોતો કે તુ લા બૈરી ઘેલો બની જયોતો તાણ વળી... આય જ્યોન પાસો અમારી લાઇનમાં!” કહી ગિરિધરે બીડી સળગાવી.
હાચી વાત સે.” મોહન બોલ્યો.
હોવ, એટલે હવ તુ સ ન અમે કહી એમ કરજે, હું અને જસ્યો ફરી સાકેત પર દારૂ અને ગાંજાની દાણચોરી ચાલુ કરવા માંગીએ સીએ. જેમ પહેલા સાકેત પરથી ધંધો ચલાવતા હતા. એ રીતે ફરી શરૂ કરીએ. આપણે તણેય માલ વેચી પૈસા કમાશુ અન પેલી રાધાનુ માંઠું ના લગાડતો. એના જેવી તો આવતી જતી રે ભાઈબંધીમાં એવુ બધુ યાદ નૈ રાખવાનુ.”
 
                                          જેવુ ગિરિધરનુ વાક્ય પત્યુ. એમ મોહને એની આંખ નીચે મુક્કો માર્યો. એનુ જડબુ હલી ગયુ. મોઢામાંથી બીડી પડી ગઈ. તે બે ડગલાં પાછળ ફસડાયો. “બે બાપના.” કહી ગિરિધર ઉલળીને આવ્યો અને મોહનના નાક પર મુક્કો માર્યો. મોહન બે ડગલા પાછળ ખસયો. ગિરિધરે ખિસ્સામાંથી ચાકુ કાઢયુ. મોહન ઊભો રહી ગયો. ગિરિધર તેના પર ચાકુ હુલાવા વાર કરતો રહ્યો. કેમેય કરી મોહન ખસતો રહ્યો. આક્રોશમાં આવેલા ગિરિધરે ઝડપથી ૭-૮ વાર હવામાં ચાકુ હુલાવ્યુ. મોહન બચી નીકળ્યો. એને શ્વાસ ચઢ્યો હતો પણ જાન પર આવી ગયેલા ગિરિધરે ચાકુ હુલાવાનુ ચાલુ રાખ્યુ. તેનો વાર ધીમો પડવા લાગ્યો. હવે મોહને એના હાથ પર લાત મારી ચાકુ ફંગોળી નાખ્યુ.
 
                                          ચાર મુક્કા તેણે ગિરિધરના નાક-હોઠ પર માર્યા. મોહનના હાથમાં અણીદાર હીરાવાળી વીંટી હતી એ ગિરિધરના નાક નીચે ખૂંચતા તેની આંખે પાણી આવી ગયુ અને જડબાના પેઢામાં ભયંકર કળતર થવા લાગી. નાકોડી ફૂંટતા એને આંખે અંધારા આવી ગયા. તે નીચે પટકાયો. મોહને કઠેડા આગળ મોટો પથરો પડયો હતો, એ ઉપાડી ગિરિધરના મૂત્રાશય પર માર્યો. મરણતોલ ચીસ પાડી એ જમીન પર ફફડી ઉઠ્યો. ખંડેરમાં ક્યાંક લોખંડની ફૂકરણી પડી હતી. એ મોહન લઈ આવ્યો અને ગિરિધર જ્યાં પડયો હતો, ત્યાં આવી એની આંખમાં ફૂંકરણી ભોંકી દીધી. અતિશય વેદનાથી તે બરાડી ઉઠ્યો. ગિરિધર આમ-તેમ હાથ પગ મારી રહ્યો પણ જ્યાં સુધી આંખમાંથી લોહી નીકળવાનુ ચાલુ ન થયુ ત્યાં સુધી મોહન અટક્યો નહીં.
 
                                          અંતે એનુ શરીર સંવેદન કરતુ બંધ થયુ. એ કોઈ હિલચાલ નથી કરી રહ્યો એનો અહેસાસ થતા, મોહને વધારે જોર લગાવી ફૂકરણી અંદર ખોસી. અન્ય એક લોહીનો રેલો આંખમાંથી નીકળ્યો. મોહન તેના પરથી ઊભો થયો. પોતે જ્યાં દાણચોરી માટેનો સામાન રાખ્યો હતો. એમાંના એક પડિકામાંથી તેણે ચીલમ કાઢી બનાવી અને ગિરિધરના ગજવામાંથી બાકસ લઈ ચીલમ જલાવી, બે કશ લીધા. થોડીવાર બાદ તેણે પગ મારી ગિરિધરને ઢંઢોળ્યો અને બોલ્યો:
 
ઉઠ...” કઈ પ્રતિક્રિયા ન આપતા તેણે ફરી લાત મારી. “ઉઠ એય... આમ આટલી જલ્દી થોડી મરવાનુ સ તાર (થોડીવાર બાદ) મારા ઘરના ખોરાકની તો ઇજ્જત રાખ. આમ આટલામાં મરી જાયે તો મારી આબરૂ જશે... હાલ, હાલ મરદ બન. અહી મરદાનગી દેખાડ તારી.” કહી તેણે એના પર પડેલા પથરા પર જોરથી પગ મૂક્યો.
 
આંઆઆઆઆહહહહ!!!” તે દર્દથી કંપી ઉઠ્યો.
હા, હવે દેખાણી તારી મરદાનગી.” કહી મોહને તેના ગળા પર પગ મૂક્યો અને તેના પર જોર આપ્યુ. અર્ધસભાન અવસ્થામાંથી તે જાગી ગયો અને ઉહકારવા લાગ્યો. મોહનનો પગ હટાવા તેણે હાથનુ જોર લગાવી જોયુ પણ તે અસમર્થ રહ્યો. તેના મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યું. મોહને પગ હટાવ્યો. બ્હારથી જાડુ દોરડુ લઈ આવ્યો અને અંદરથી એક ખુરશી લાવ્યો. ગિરિધર થરથરવા લાગ્યો હતો.
 
                                          મોહન હથોડો લઈ તેની પાસે આવ્યો. તેના પગની કટોરીઓ પર જોરથી ત્રણ-ત્રણ ફટકા માર્યા. તે દર્દથી ત્રાહિ મામ થઈ ગયો અને ઓ બાપ રે... માડી રે... હે મા!” જેવી ચીસો પાડવા લાગ્યો. તેના બંને પગ હવે ન કામના થઈ ગયા. જેથી તે ભાગવાનો પ્રયત્ન નહીં કરી શકે. તેના મૂત્રાસય પરથી પથરો હટાવ્યો. ને તેને ઢસડીને ખુરશી પર બેસાડયો. જાડા દોરડા વડે તેને ખુરશીએ બાંધ્યો. ગાંઠ એવી સરસ રીતે મારી હતી કે શરીરનો કોઈ પણ ભાગ ૧ ફૂટથી વધારે ઉપર કે આગળ હલે તો ગોઠણ પરનુ દોરડુ વધારે ખેંચાતુ અને તેના મોઢામાંથી ચીસ નીકળી જતી. તેણે મોહનની માફી માંગવાની ચાલુ કરી.
... મોહન મન માફ કર દે. ભૂલ થઈ જઈ મારી. કેતો હોય તો તારા પગે પડુ.”
પગે પડીશ?” મોહન બોલ્યો. ગિરિધરના બંને પગ એણે ભાંગી નાખ્યા હતા, ‘ને જો ખુરશી પરથી ઉઠવાનો એણે પ્રયત્ન કર્યો તો દોરડું ખેંચાતા વધારે દર્દ થાય એમ ગોઠવણ કરી હતી. બે ક્ષણ બાદ તેણે પગ આગળ ધર્યો: “લે... પડ પગે.”
 

*

 
                                          સાંજનુ અજવાળુ મટી ગયુ હતું. આખી હવેલીમાં તેમના શ્વાસના હુંકારના પડઘા પડે એવી નીરવ શાંતિ પ્રસરી ગઈ હતી. ગિરિધર હલી શકે એવી સ્થિતિમાં પણ ન હતો. તેને એમનો એમ બેઠેલો જોઈ. તે બરાડી ઉઠ્યો: “લાગ... પગે! પગે લાગકહી મોહન ઝડપથી એની પાસે આવ્યો તેના વાળ ઝાલી તેને જમીન પર પછાડ્યો. ખુરશી સાથે તે નીચે પટકાયો. ઘૂંટણેથી લોહી વહેવા લાગ્યું. ગિરિધરે ભેકડો તાણ્યો. મોહને એને ઊભો કરી પાછો બેસાડયો અને પૂછ્યું:
 
જસ્યો ચ્યાં સ?”
મન...મને માફ કરી દે મોહન. ભૂલ થઈ જઈ મારી. મેરબાની કરી મને જવા દે.”
મેં હું પુસયુ? જસ્યો ચ્યાંસ? ઇનો જવાબ આપ.”
...એ બાજુના ગોમ શિલાજ સ, જ્યાં માધવરાવની મિલ સ ન ત્યાં, પણ તુ ત્યાં ના જતો. એ ઈના મોમાનુ ગોમ સ, ત્યાં બોવ બધા એનુ ધ્યાન રાખ સ.”
તુ મારી ચેન્તા ના કર. તારી કર.”
મન જવા દેન હવ...”
જવા દઇશ, તને આયાં રાખી માર કઈ લઈ નૈ લેવાનુ પન એક વાતનો જવાબ આલ, કોણ અડયુતુ એને?”
રાધા... મેં કઈ નતુ કર્યુ, રા...” એ બોલી રહ્યો હતો દરમિયાન મોહને હથોડો ઉપાડયો, એના જડબા પર ઠોક્યો. ખુરશી સાથે એ જમણી બાજુ પટકાયો.
તારા મોઢેથી નામના નેકરવુ જોઈએ એનુ!” ગરમ મિજાજે તે એના પર ત્રાટક્યો. ગિરિધરની જીભ દાંત વચ્ચે આવતા ચિરાઈ. મોઢામાંથી લોહી નીકળ્યુ.
 
                                          ફરીથી તેણે એને ઊભો કરી બેશાડયો અને પૂછ્યુ: કોણ અડયુ હતું એને?”
થથરતા તેણે જવાબ આપ્યો: “જશોહ... મા કતમ, હુ નથો અદયો.” જીભ કચડાતા તેનામાં તોતડાપણુ આવી ગયુ.
ચેટલા જણ હતા, તમે?”
હુ, જશોહ, લઘો(રઘો) એના ઘલ હામે લેસેને એ, અન પધિયાલ(પઢિયાર).
હારુ.”
 
                                          મોહન રઘો અને પઢિયાર બંનેને જાણતો હતો. એને ન હતી ખબર કે તે જસવંતના સાથીદાર હશે. ત્રણેય ક્યાં છુપાઈ બેઠા હતા, એ તે જાણતો હતો. તે ઊભો થયો. માલમાંથી બે દેશી દારૂ અને એક અફીણનુ પાકીટ લઈ આવ્યો. કશુ મેળવ્યા વગર કાચે કાચો દારૂ તે ગિરિધરને પીવડાવવા લાગ્યો. ગિરિધરે મો નીચે કરી લીધુ. મોહને ઝબરદસ્તી વાળ ખેંચી તેના મોઢામાં બાટલી ભરાઈ દારૂ અંદર રેડવા લાગ્યો. બે બાટલી પીવડાવ્યા બાદ. તેણે એને આખા અફીણના પાકિટનો નશો કરાવ્યો. હવે એને ઘેન ચઢ્યુ. તેના મોઢે કાપડની પટ્ટી બાંધી તે બ્હાર નીકળ્યો.
 
                                          ખેતરેથી ચાર ભરવાડ ભાઈબંધોને સાથે લઈ તે શિલાજ આવવા નીકળ્યો. ધારિયા, લાકડી અને પિસ્તોલથી સજ્જ ટોળકી બાજુના ગામ પહોંચી. શિલાજમાં આવતા આગળ ભરવાડ વાસ આવતો. ગેલા ભરવાડ એક મોટું માથુ ગણાતુ. બાજુના ગામના ભરવાડની ઓળખાણ નીકળી. હરજીવનદાસના નામથી કોઈ અજાણ ન હતું એટલે મોહનની પણ ગેલા ભરવાડ સાથે ઓળખાણ થઈ. ગેલા ભરવાડે ચા-પાણી માટે પોતાના ત્યાં રોક્યા અને અહી આવવાનો હેતુ પૂછ્યો. વાત જાણ્યા પછી ખબર પડી કે એમને ઠાકોર વાસમાં જવાનુ હતું. જસુ નાતથી ઠાકોર હતો અને ત્યાંથી એને ઉપાડવો સરળ બાબત ન હતી. જો આ પાંચ એકલા જાય તો એમની જાનનુ જોખમ રહ્યુ હતું.
 
                                          પહેલા ગેલા ભરવાડે બે માણસને દારૂ લેવા મોકલ્યા. ત્યાંથી પગેરૂ ઝડપાયુ કે જસો અને એના માણસો સીમમાં દામા ઠાકોરના ખેતરે છે. બાતમી મળતા ગેલા ભરવાડ પોતે અને વાસના બીજા ૧૪ આદમીઓને સાથે આવવા કહ્યુ. ૨૦ જણાની ટોળી ધારિયા, દાતરડા, પિસ્તોલ અને લાકડીઓથી સજ્જ થઈ. ૨૦ જણા ઘોડા પર ઘટનાને અંજામ આપવા નીકળી પડ્યા. ૧૨ કે ૧૩ ભરવાડોએ હાથમાં મશાલ સળગાવી હતી. વીસ જણાનું લશ્કર યુદ્ધ પર ઉપડયું હોય એમ રાત્રિના અંધારમાં એમની મશાલની જ્યોત રસ્તા પર ભભક પાડી રહી હતી. સીમમાં પહોંચતા દરેક ઘોડા પરથી ઉતરી ચાલવા લાગ્યા. જેથી ઘોડાના પગલાના અવાજથી કોઈ સતેજ ન થઈ જાય.
 
                                          મોહને મોઢા પર બુકાની બાંધી હતી. તે, ગેલા ભરવાડ અને બીજા બે જણા આગળ ચાલી રહ્યા હતા. તેમની પાછળ બીજા બધા આવી રહ્યા હતા. તેઓ દામા ઠાકોરના ખેતર પાસે ઊભા રહ્યા. ચારેય રખેપાત પાસે ગયા. દરવાજે ઊભા રહી ગેલા ભરવાડે બૂમ નાખી: “લ્યા ૪ બાટલી મલી રેશે?”
(રખેપાત એટલે ખેતરની એ ઓરડી જ્યાં રાત્રે પાકની સુરક્ષા માટે ખેડૂતની સુવા માટેની જગ્યા. રખેપાતમાં અંદર આવવાનો એક દરવાજો હોય અને સામેની કોરથી ખેતર શરૂ થાય.)
 
રઘો રખેપાતમાંથી બ્હાર આવ્યો અને બોલ્યો: “હા.”
આ સે?” ગેલા ભરવાડે મોહનને પૂછ્યુ.
હા.” મોહને જવાબ આપ્યો એ ભેગા જ ગેલાએ પેલાને ગળચીમાંથી દબાવી માથે ધોલ મારી બેભાન કરી નાખ્યો. જોડે ઉભેલા બંને ભરવાડે એને પકડી દોરડાથી બાંધ્યો. રખેપાતનું કમાડ વાસી ફરી ગેલા ભરવાડે બૂમ મારી: “લ્યા સે કોઈ?” બીજો એક અજાણ્યો માણસ બ્હાર આવ્યો. ગેલાએ પૂછ્યુ: “આ સે?” બે ઘડી વિચાર્યા બાદ મોહન બોલ્યો: “ના. આ નહીં.”
 
                                          ગેલા ભરવાડે ધોતી સમી કરી જોરથી પેલાની છાતી વચ્ચે લાત ઠોકી. પેલો રખેપાતની અંદર પ ફૂટ આગળ ફેંકાયો. તે જેવો ઊભો થવા ગયો એવો તરત મોહને એની છાતીમાં વચોવચ બે ગોળી ઉતારી દીધી. ગોળીના અવાજથી જસો અને પઢિયાર જાગી ગયા. એ માણસે ત્યાં જ જીવ છોડ્યો. પઢિયાર દરવાજાના ટેકે સંતાઈ ગયો. જસાએ ખાટલાની બાજુમાં જ રાઈફલ રાખી હતી. એ હાથમાં લઈ ગોળીબારી ચાલુ કરી. હજુ કોઈ અંદર આવ્યુ ન હતું. રખેપાતમાં અંધારું હતું. માટે અંદર જઈ જસાને દાબોચવો સહેલું ન હતું. ઉપરાંત તેના હાથમાં બંદૂક હતી એટલે અંદર જવામાં વધુ જોખમ હતું. ગેલા ભરવાડ વિચારવા લાગ્યા શુ કરવું, પછી ગેલાએ બ્હારથી અમથી બૂમ પાડી: “ઘાંસતેલ ચારેકોર રેડ્યુ ને?
હા બાપુ.” બીજાએ જવાબ આપ્યો. જસાએ તે સાંભળ્યુ. રખેપાતમાં તેઓએ દારૂની પેટીઓ, લઠ્ઠો અને દેશી દારૂનો મોટો તપેલો ભરી રાખ્યો હતો. જો આગનો એક તણખો પણ ત્યાં લાગી જાય તો હોલિકા દહન જેમ આખી રખેપાત સળગી ઊઠે. એ વિચારથી જસો સચેત બન્યો.
 
                                          ત્યાર પછી સળગતી મશાલ ગેલા ભરવાડે રખેપાતમાં નાખી. મશાલ જોઈ જસો ગભરાઈ ગયો. તેણે બંદૂક બાજુમાં નાખી અને અભરાઇ પર પડેલી પાણીની માટલી મશાલ પર રેડવા લાગ્યો. દરમિયાન ગેલા ભરવાડ, મોહન અને બીજા બે જણ અંદર આવ્યા. જસો ચોંકી ઉઠ્યો. ગેલાએ અંદર આવી લાકડી વડે જસાને મારવાનુ શરૂ કર્યુ. બીજા બધા પણ અંદર આવી મંડી પડ્યા. પઢિયાર કમાડના પાછળ સંતાઈ રહ્યો હતો. ધીમે રહી એ દીવાલના ટેકે આગળ નીકળ્યો અને ખેતર બાજુ ભાગ્યો. ગેલાએ પઢિયારને ભાગતા જોયો. તેણે કમરમાં ભરાયેલુ દાતરડુ કાઢયુ અને પઢિયાર તરફ છૂટ્ટુ ફેંકયુ. દાતરડુ સીધુ એના બરડામાં ઘૂસી ગયુ. પઢિયારે મોટી રાડ નાખી. આજુબાજુના ખેતર વાળા જાગી ગયા. બાજુના ખેતરમાંથી એક જણો દામા ઠાકોરને ખબર આપવા ગયો કે સીમમાં ધિંગાણુ થયુ છે.
 
                                          બરાબરનો મેથીપાક ચખાડી ગેલાએ રઘા, પઢિયાર અને જસાને એક દોરડે બાંધ્યા. તેઓ પાછા વળ્યા. અંદર થયેલા લાઠીમારના લીધે ત્રણેયના શરીરી યાતનાથી બળી રહ્યા હતા. ત્રણેયના મો કાળા કરવામાં આવ્યા અને બાંધેલુ દોરડુ ગેલા ભરવાડે ખેંચી ભવ્ય સરઘસ ગામ બાજુ દોરવ્યૂ. ત્રણેયને સૌથી આગળ રાખવામાં આવ્યા. જેવા એકેય ધીમા પડે એવા પાછળથી ગેલા ભરવાડ એમના નિતંબ પર તેની ભરવાડી ચપ્પાવાળી લાકડી ખોસી દેતો. ચપ્પુ વાગતા દર્દથી ત્રણેય બરાડી ઉઠતાં. એમ કરતા કરતા સરઘસ અરધે પહોંચ્યુ. ત્યાં સામે દામો ઠાકોર એના માણસો સાથે આવ્યો.
 
આ હવે હદ થઈ જઈ ગેલા... મારા ઘરમાં ઘૂસીને... એટલે મારા રખેપાતમાં ઘૂસીને તુ મારા ભોણાને મારે... અન આવી રીતે લઈ જાય સ. આ હદ થઈ હવે.”
દામા આજ વચ્ચે ના પડ. આ ધરમનુ કોમ સ, જે યોગ્ય સ એનુ કોમ સ.”
યોગ્ય! તુ... યોગ્યતાની વાતુ કરેતુ?”
આપણા ઝઘડા અલગ સે અન આ સોકરાની વાત જુદી સ.”
એ કાઇપણ હોય, આમ મારા ભોણાને હુ મારા ઘેરેથી ઉઠાવી લેવા દઉં તો ઠાકોરોનુ નોમ ડૂબે.”
આવા હલકાન ઘેર આશરો આપી તે પેલા જ ઠાકોરોનુ નોમ ડૂબાડયુ સ. હવ ઇનાહી વધારે હું તુ નામ ડૂબાડવાનો?”
મોઢુ હંભાળજે ગેલા.” કડકાઈથી દામો બોલ્યો.
આ સોકરાને જાવા દે દામા, આ તારા કપાતર ભોણાએ લગનના દાડે આની નવવધૂનો અન એની ૧૫ વરહની હાળીનો બલાત્કાર કરી બેયન મારી નાખી સ. (ચાર ક્ષણ બાદ) ને આવાને તે આશરો આપ્યો? ગોમનુ નહીં તો પોતાનુ તો વિચાર. ઠાકોર થઈને આવા નઠારાને આશરો આપસ!” મૌન રહી દામો ઠાકોર સાંભળી રહ્યો.
આન આશરો આપીન તે એક ભૂલ તો કરી સ દામા, હમ વચ્ચે પડી ઠાકોરોનુ નોમ ના ડૂબાડતો.”
 
                                          ગેલા ભરવાડે થઈ શકે એટલી શાંતિથી સમજાવ્યુ, છતાં પોતાના હાથમાંની લાકડી અને કેડે ભરાયેલી બંદૂક પર હાથ તૈયાર રાખ્યો. બંને બાજુ ૧૫-૨૦ માણસો ઊભા હતા. દામો મોઢુ નીચુ નાખી બે ઘડી ઊભો રહ્યો. સૌના હ્રદયના ધબકારા વધી ગયા. કોણ જાણે બીજી ક્ષણે શુ બની બેશે? બંને પક્ષ શસ્ત્રો સાથે તૈયાર હતા. બસ રાહ જોઈ રહ્યા હતા એક આદેશની અથવા તો સામે વાળાના એક વારની. ૧ મિનિટ આખી એમ જ શાંતિમાં નીકળી. અહીથી એક હિલચાલ અથવા આદેશ સાથે બંને પક્ષ એકબીજા પર તૂટી પડવાના હતા. મોહન તો જાણે ગાયબ જ થઈ ગયો હોય એમ ચૂપ થઈ ગયો હતો. તેને લાગ્યું પારકા ગામમાં પોતે જીભ ના વાપરવી જોઈએ અને ગેલા ભરવાડ બેઠા તો હતા બોલવા માટે. માટે તે એ અંધારમાં જ ચૂપ રહ્યો.
 
                                          ગેલા ભરવાડે કોઈને દેખાય નહીં એ રીતે પોતાની બંદૂક નિકાળી. દામા ઠાકોરને લાગ્યું વળી જવું જોઈએ. જસાએ જે દુષ્કૃત્ય કર્યું હતું એ બચાવા યોગ્ય ન હતું. તેણે પોતાની ઘોડી વળાવી, ગેલા ભરવાડનો રસ્તો છોડ્યો. બીજા ઠાકોરો પણ પાછા વળી ગયા. ગેલા ભરવાડને નિરાંત થઈ, તેણે બંદૂક પાછી અંદર મૂકી. દામા ઠાકોરને જતાં જોઈ જસવંતે બૂમ પાડી:“મોમા...” દામા ઠાકોરના કાન સુધી તેનો અવાજ પહોંચ્યો નહીં કારણ તે ઘણા આગળ નીકળી ગયા હતા.
ચૂપ. મોમાના હલકા!” કહી ગેલાએ નિતંબ પર લાકડી ખોસી. જસાએ રાડ નાખી. પઢિયાર, રઘો અને જસાના હાથમાં એક-એક મશાલ આપી સરઘસ આગળ નીકળ્યુ.
 
                                          એ સમયે ગામડામાં લોકો ૭:૩૦ કે ૮:૦૦ વાગ્યા સુધીમાં જમી પરવારી સૂઈ જતા. છતાં આટલા મોડા લોકો ઊંઘમાંથી ઉઠી ઘરની બ્હાર આવી જોવા લાગ્યા. ૨૦ ઘોડેસવારો આગળ ૩ કાળમુખા ઇસમો મશાલ લઈ ચાલી રહ્યા હતા. એમ કરતા કરતા સરઘસ ગામના દ્વારે પહોંચ્યુ. ગેલા ભરવાડે દોરડુ મોહનના હવાલે કરી રજા માંગી. મોહને હાથ જોડી ગેલા ભરવાડનો હ્રદયથી આભાર માન્યો.
 
ક્યારેય મના, કોઈ તકલીફ પડે તો યાદ રાખજે શિલાજમાં તારો આ કાકો બેઠો સ. બધુ ફોડી લયસુ આપડે, એકવાર યાદ કરજે મને.”
ચોક્કસ કાકા.”
અન આનુ જોજે આ લાગતુ નથી ઝાઝુ જીવી હક.” પઢિયારને ઉદ્દેશી ગેલા ભરવાડ બોલ્યા.
માર ઝાઝો જિવાડવો પન નથી એન.” કહી મોહન હસ્યો. ગેલા ભરવાડ પણ મોટેથી હસ્યા અને મોહનને વિદાય આપી.
 
                                          મોહન લંગડા જસા, પઢિયાર અને રઘાને શિલાજથી સાકેત સુધી દોડાવતો લઈ આવ્યો. સાકેત પર પહોંચી તેણે ગામના ચારેય ભરવાડનો આભાર માન્યો. ભરવાડ ભેગા મળી મોહને ગિરિધરની જેમ જસવંત, પઢિયાર અને રઘાની ઢીંચણની કટોરીઓ બટકાવી, ત્રણેયને ખુરશીએ બાંધી મોઢા પર પટ્ટી મારી દીધી. ગિરિધર નશામાં ધૂર્ત સૂઈ ગયો હતો. મોહને જયદીપ ભરવાડને કહ્યુ: “આન, જગાડ.” ભરવાડ ગયો અને સટાસટ લાફા મારવા લાગ્યો. આ જોઈ મોહન બોલ્યો: જયદીપ...એમ નય, એમ નય... એ નય ઊઠે. પોણી રેડ પેલા.” જયદીપ પાણી લેવા બ્હાર જવા લાગ્યો.
ચ્યાં જાસ?” મોહને પૂછ્યુ.
તલાવ. પોણી લેવા.” સ્વેચ્છાઈથી તેણે કહ્યુ.
અય અંદર જો, મુ બેડુ ભરીન લાયોસુ.”
 
                                                  જયદીપ અંદરથી પાણી લઈ આવ્યો. તેણે એની પટ્ટી ખોલી મોઢા પર પાણી રેડયુ. ગિરિધર હજુ ઊંઘમાં જ હતો. મોહને કહ્યુ: “હવ માર એન.” જયદીપ રાહ જ જોઈ રહ્યો હતો એ સાંભળવાની. તે સટાસટ મંડી પડયો. ગિરિધરના મોઢામાંથી અને આંખમાંથી લોહી નીકળ્યુ હતું, ફીણ નીકળ્યુ હતું, અત્યારે પાણી રેડયુ હતું. એના પર જયદીપના બરડ હાથ લાફા ધોલની જેમ વાગી રહ્યા હતા. તે બેય ગાલે એક પછી એક સીધા ને ઉંધા હાથે ચોડી રહ્યો હતો. દરમિયાન ગિરિધરના મોઢામાંથી થૂંક અને લોહી ઉડયુ, મોઢા પરના પાણીના ટીપાં ઊડ્યા. ત્યારે એ હોશમાં આવ્યો. હજુ પણ જયદીપ લાગેલો હતો. મોહને બૂમ પાડી એને થોભવા કહ્યુ પણ એણે સાંભળ્યુ નહીં. એટલે તેણે કમા ભરવાડને જવા કહ્યુ. કમો ગયો અને જયદીપને અળગો કરતા બોલ્યો: “શાંત... શાંત... શાંત! ગજાધારી ભીમ ખમો.” કહેતા તે એને ત્યાંથી દૂર લઈ ગયો. ગિરિધરના ગાલ સોજાઈ ગયા. તેની એક આંખ બંધ થઈ ગઈ હતી અને ફૂલી ગઈ હતી. એકાદો દાંત પણ પડુ પડુ થઈ રહ્યો હતો. ચારેયને મોહને થોડા થોડા અંતરે બેશાડયા.
 
હુ સે ને તમને ચારેયન મારવા નય માંગતો, કોઈ એકની જાન છોડી દયે. તો ઈના માટે હુ એકેક કરી તમાર ચારેય પાંહે આયે અન પુસીસ. એ દાડે ખરેખરમાં હું થયુતુ. તમાર મન કોનમાં કેવાનુ સ.” કહી તે સૌથી પહેલા ગિરિધર પાસે ગયો. ગિરિધરે તેને કાનમાં કહાની જણાવાની શરૂ કરી.
 
                                          જો લાટે, જસાએ લાધાને કયુ કે ટે એન ટલાવ વાલા મંદિલે દલ્છ્ન કલવા જવાનુ કીધુ સ. ઇ પહી હવાલ લાધા દલ્છન કલવા આવી. પઢીયાલે એન માઠે લાકદાનુ ખપાટીયુ માલયુ. એ બચાલી બેભોન થઈ જઈ. પઢીયાલે એને ટેલી લીધી. લઘાએ ઈની હાલે જે સોદી આઇટી એનુ મુધું દબાઈ ઇન ઉસકી બંને જનાં અઈ લઈ આયા. એ પહી હું આયો. મેં અંદલ જોયુ ટો જસો લાધાને પકલીને ઊભો હતો, એ ઈના ઠાન દબાવટો હટો. પઢિયાલ એની સાલી ખેંચટો હટો. લઘો પેલી બીજી સોલી પલ ચલી બેઠોટો અન એના કપદા ફાલટોટો.
 
                                          મુ આયો'ન બોલ્યો: જટ... કરો. જોન આવી ગય સ. એ પહી પઢીયાલ અંદલઠી લોખનની પાઇપ લઈ આયો. લાધાની સાલી એના પગમાં ભલાટા અંદલના કમાલ હુધીએ સાલી ખેંસી જયો. બંને લાધા જોલે જબલદસ્ટી કલવા લાગ્યા. મુ માલી માના હમ ખવસુ, મેં એન હાથ પન નટો લગાયો. મેં અન લઘુ પેલી સોલીને કલટા'ટા. ઈમાં એ સોલી જાગી ગઈ, મન અન જસાન ઓલખી ગઈ. એ સોલીએ બછાવ માટે બૂમ પાલી: "જસાકાકા!" જસાએ હાંભલ્યુ એવો પાઇપ લઈ આયો અન ઈન માઠા પલ માલ્યુ. પેલી સોલી બેભોન થઈ જઈ. લાધા પન જાગી ગઈ. પઢીયાલે એનુ મો દબાવેલુ, ટે ઊભી ઠવા ગઈ એવી જસાએ લોખનની પાઇપ એના ભોદામાં માલ દીધી. એ પસી જસો કે' બંને આપનને ઓલખી ગઈ સ. ટો ઇને ઈની ગુપટી વલે બેયના હાઠે અન ગલ્દને ગુપટી ફેલવી દીધી. મેં ના પાલી'ટી એન એમ ના કલ પન એ ના માન્યો." ગિરિધર બોલ્યો અને નીચી મુંડી કરી. તેના શરીરને અપાર વેદના થઈ રહી હતી. એ દર્દને ન અનુભવવા આંખો બંધ કરી હોશ ખોવા પ્રયત્ન કરી રહ્યો.
 
                                          મોહન પછી પઢિયાર પાસે ગયો અને પૂછ્યુ. પઢિયારે પોતાનો હિસ્સો કહેતા જણાવ્યુ: "રાધા મંદિરે આવી. માતાજીન પગે લાગી રહી'તી, આ ગિરિયો અન રઘો બેય ગ્યાતા, રાધાન અન પેલી બીજી સોડીન ઉપાડી લાયા. મું ખાલી પેલી બીજી સોડી ન જ અડયો તો, આ ગિરિયો અન જસ્યો રાધા હારે જબરદસ્તી કરતા'તા. એટલામાં પેલી સોડી જાગી જઈ અન મારા ગરા પર નખોરિયા ભરવા લાગી. આ જોઈ જસ્યો આયો અન એના ભોડામાં પાઇપ મારી. પહી રાધા ઉઠીન તો ઇણે રાધાન માથે પાઇપ મારી. પેલા રઘાએ ગુપ્તી કાઢી અન બંનેના ગરા કાપી નાખ્યા." પઢિયારે કહ્યું. તે ચિંતિત લાગી રહ્યો હતો. તેનો સ્વર પણ ગભરુ થઈ ગયો હતો.
 
                                          મોહન જસવંત પાસે આવ્યો. જસવંતે જણાવતા કહ્યુ: "આ રઘો અન પઢિયાર રાધાન અન પેલી સોડીન ઉઠાય લાયા. બેય પેલ્લેહી જ બેભોન હતી, હું બ્હાર ઘોડા લેવા જયોતો અન આઇન જોયુ તો આ લોકોએ બેયન મારી નાખેલી.” ર્ત્લુ બોલી જસવંત ચૂપ થઈ ગયો.
પેલા બેય તો એમ કેસ કે તે બેયના મોથામાં કોસ મારીતી?” મોહને પૂછ્યું.
કોસ..! મું ચમનો કોસ મારૂ. મું તો હરખું હેંડીય નહીં હકતો.”
હારુ.” કહી તે રઘા પાસે આવ્યો.
 
                                          મોહન, મું અન પઢિયાર મંદિરેથી બેયન ઉઠાય લાયાતા. મેં પેલી નાની સોડીન ઉઠાઈતી અન પઢિયારે રાધાન ઉઠાઈતી. અમે એન આયા લાયા. મું હાચું કવ સુ મે રાધાન હાથ નતો લગાડ્યો. પઢિયાર અન જસ્યો એની જોડ જબરદસ્તી કરતાતા અન પેલી નાની સોડી અચાનક હોસમાં આઈ જયતી અન જસુકાકા એવી બૂમ પાડતીતી, તે જસ્યાએ એન ભોડામાં પાઇપ મારીતી અન પસી રાધાન પાઇપ મારી. રાધા અન પેલી નાની સોડી બેય જસ્યાન અન ગિરિયાન ઓલખી જયતી, એટલે જસ્યાએ બેયના ગરા કાપી નાખ્યા.
 
                                          ચારેયની વાત સાંભળતા, બે જણની વાત સરખી મળી રહી હતી. કોની વાતનો વિશ્વાસ કરવો? કોણ કેટલુ સાચુ બોલી રહ્યુ છે. એ બધુ વિચાર્યા બાદ મોહને આખરી ઠરાવ પ્રસ્તુત કરતા કહ્યુ:“મન બે જણાની વાત હાચી લાગ સ, રઘો અન ગિરિયો બેય જણા એક હરખુ હાચુ બોલ્યા સ.”
 
                                          આ સાંભળી બંનેના ચહેરા પર સ્મિત આવ્યુ. ગિરિધર બોલ્યો: “તો અમે જય....” તે વાક્ય પૂરું કરે એ પહેલા મોહને પિસ્તોલ કાઢી બે ગોળી તેના કપાળમાં ઉતારી દીધી અને પછી રઘાના માથામાં ગોળી મારી. આખો ખંડેર ગોળીઓના ભડાકાથી ગુંજી ઉઠ્યો. તે બંનેને માર્યા બાદ મોહન બોલ્યો:
એ લોકો હાચું બોલ્યા એટલે એમન આસાન મોત.” કહી તે ચપ્પુ લઈ જસવંત પાસે આવ્યો.
એ મોહન... મું હાચું બોલું સુ મેં હાથે નય લગાડીયો સોડીઓન...” જસવંત કરગર્યો.
મોહન ઝડપથી જસવંતની પાસે આવ્યો:”બોવ હાચુ બોલી લીધું તે...કમા મો ખોલ આનુ...” કહી તેણે કમાને જસવંતનું મો પકડી રાખવા બોલાવ્યો.
 

*

 
(અહીથી આગળ સુધી જ્યાં * આવી ફુદેડી આવે છે ત્યાં સુધીનુ લખાણ ખૂબ જ આકરું અને અતિ હિંસાથી ભરેલું છે. જો તમે અતીસંવેદનશીલ હોવ અથવા જલ્દી મેંટલી ડિસ્ટર્બ થઈ જતાં વ્યક્તિ છો. તો આગળનું લખાણ છોડી, એના પછીની *ફુદેડીથી વાંચવાનુ શરૂ કરો.)
 
                                          કમો આવ્યો અને જસવંતનુ જડબુ ખોલ્યુ. મોહને એની જીભ ખેંચી ચપ્પાથી ચીરી નાખી. મોઢામાંથી લોહી નીકળવાનુ ચાલુ થયુ. દર્દના કારણે જસો ઊંચો-નીચો થઈ ગયો. ગોઠણે બાંધેલુ દોરડું ખેંચાતા હાડકાના સાંધામાં હાઇ વૉલ્ટનો કરંટ પ્રસરે એવી ભયાનક ઉત્તેજના કરોડરજ્જુના મધ્યમે મગજમાં પહોંચી. મગજની નસો ફાટું ફાટું થવા લાગી પણ ત્યાના દર્દ કરતા તેને મોઢામાં ભયંકરની પીડા થઈ રહી હતી. મોહને તેની જીભ કાપી નાખી હતી. બે મિનિટ સુધી આમ-તેમ હાથ-પગ હલાવાનો પ્રયત્ન કરવા લાગ્યો. તેના મોઢામાંથી લોહી અટકતુ બંધ ન હતું થઈ રહ્યુ. તેના કપડા પર, ગળા પર અને જમીન પર લોહીના ડાઘા પડયા. બે મિનિટ તરફડયા માર્યા પછી તે બેભાન થઈ ગયો.
 
                                          એ પછી મોહન પઢિયારની બાજુ આવ્યો. જસાની આવી હાલત જોઈ પઢિયાર ફફડી ઉઠ્યો: “નહીં... નહીં, નય...નય!”
સુ.........! અવાજ નહીં. જો એક શબ્દ પણ તારા મુઢામાંહી નેકરયો તો તારી હાલત જસ્યા જેવી થશે માટે મુઢું બંધ રાખજે...” કહી તેણે ચપ્પાની અણી પઢિયારની છાતીએ અડાડી અને નીચેની બાજુ ચીરવા લાગ્યો. પઢિયાર ઉહકારવા લાગ્યો. મોહને તે જોયુ: “સુ.........!”
 
                                          પઢિયાર હોઠ દાબી દર્દ સહન કરતો રહ્યો. એ પછી મોહને તેની કોણીની ચામડીએ ચપ્પુ ભોંકયું અને નીચેની તરફ ચીરો કરવા લાગ્યો. પઢિયારના પગ આંચકા મારવા લાગ્યા. મોં બંધ રાખી નાકેથી હુંકારા કરતો તે દર્દ સહન કરતો રહ્યો. ચારેય ભરવાડો પણ તેના આત્મસંયમથી આશ્ચર્યચકિત થઈ ગયા. એ પછી મોહને તેના પગના અંગૂઠાના નખમાં અણી ખુપાવી. પઢિયારે મોં નકારી તેને એમ કરવા ના પાડી પણ મોહને તેના નખમાં એક ઇંચ જેટલી અણી ખોસી દીધી. નખમાંથી લોહી નીકળવા લાગ્યું. તેનો પગ એણે હલાવા પ્રયત્ન કરી જોયો, જેનાથી ગોઠણ પર બાંધેલુ દોરડુ ખેંચાયું અને અનંત પીડાની ઝણઝણાટી તેના શરીરમાં પ્રસરી ગઈ.
 
                                          તે મોં પહોળું કરી ઊંડા શ્વાસ બ્હાર કાઢવા લાગ્યો પણ એક હરફ ન બોલ્યો. પાછળ કમો એના એક ઉચ્ચારથી એનુ જડબુ પકડવા તૈયાર ઊભો હતો. તેણે મોઢુ બંધ કરી લીધુ. હોઠ જોરથી દાબી તે હથેળી મસળવા લાગ્યો. મોહને ચપ્પુ સહેજ ઉપર કર્યુ, ડાબી બાજુ ખેંચી નાખ્યુ. નખથી ડાબી બાજુની ચામડી ચિરાઈ અને ત્યાંથી લોહી નીકળવાનુ ચાલુ થયું. નખ ચિરાતાં દર્દથી તેના મગજની નસો ફાટવા લાગી, તેનુ શરીર ઉંચુ-નીચુ થવા લાગ્યું પણ તે મૂંગા મોંએ સહન કરતો રહ્યો. તેની આંખમાં ઝળઝળિયા આવી ગયા પરંતુ તે મૌન રહ્યો.
વાહ... ગજબની શક્તિ સે હો આનામાં.” જયદીપ બોલ્યો, જે મોહનને પસંદ ન પડ્યુ. તેણે ચપ્પુ પ્રહાર કરવાની રીતે પકડ્યુ અને અણચિંતવ્યો હુમલો કરી દીધો. પઢિયારની જે આંખમાંથી પાણીનુ ટીપુ પડવા જઈ રહ્યુ હતું એ આંખમાં મોહને ચપ્પુ ભોંકી દીધુ.
 
                                          અણચિંતવ્યા આ પ્રહાર માટે પઢિયાર સજ્જ ન હતો. તેના મોઢામાંથી પીડાના કારણે પ્રચંડ રાડ નીકળી ગઈ. પાછળ ઉભેલા કમાએ એનુ જડબુ પકડ્યુ, મોહને આંખમાંથી ચપ્પુ નિકાળ્યુ અને પઢિયારની જીભ ખેંચી, નિચ્છેદન કરી નાખ્યુ. ફક્ત ૪ ક્ષણમાં આ આખી ઘટના બની. અનંત પીડાથી તે ઊંચો-નીચો થઈ ગયો. તે રાડો પાડવા પ્રયત્ન કરવા લાગ્યો. જેના કારણે તેના મોઢામાંથી નીકળતુ લોહી ઉડયુ. મોહનના હાથ અને લૂઘડા પર રક્તના ફોરાં ઊડ્યા. કમાના હાથે રક્ત ચોંટતા તે પાછળ ખસ્યો. મોહન સામે ઊભો હતો. તેના ચહેરા પર સીધુ લોહી ઉડયુ. તે પણ પાછો ખસ્યો. તે ઊભા થવા પ્રયત્ન કરી જોયો પણ તેના પગે દોરડું બાંધ્યું હતું એ ખેંચાતા ગોઠણેથી લોહી નીકળવા લાગ્યું અને પગની કટોરીઓ આ લોકોએ ભાંગી નાખી હતી માટે ઊંચા થતા તે જમીન પર પટકાયો. બેડોળ રીતે તે જમીન પર પડ્યો અને એ વિચિત્ર અવસ્થામાં ખુરસી પર તે તરફડયા મારતો રહ્યો.
 
                                          ચાર મિનિટ બાદ તે બેભાન થઈ ગયો. એ પછી આખી રાત જેમ-જેમ બંને હોશમાં આવતા ગયા એમ-એમ મોહન વારાફરતી તેમની પાસે જતો અને એમના શરીર પર ચપ્પાથી કાપા મારતો. લોહી વહી જતા બંને બેભાન થઈ જતા. જેવા થોડા ભાનમાં આવે એવા તરત મોહન એમના શરીરને ચીરવાનુ ચાલુ કરી દેતો. ત્રણ કલાક સળંગ આ કાપાકાપીનો ખેલ ચાલ્યો અને રાતના લગભગ ૩ કે સવા ત્રણ વાગતા શરીરમાંથી વધારે લોહી વહી જતા બંને મૃત્યુ પામ્યા. બંનેની ખુરશીઓ નીચે લોહીનુ નાનુ ખાબોચિયુ ભરાઈ ગયુ. લાકડાની ખુરસી પર રક્ત ચોંટવાના કારણે લાકડાનો રંગ કાળો પડી ગયો.
 

*

 
                                          ચારેય ભરવાડ ત્યાં જ સૂઈ ગયા હતા. મોહનનુ મન ભરાયુ ન હતું. તેણે કાપકૂપ સવાર સુધી ચાલુ રાખી. પરોઢના ૬ વાગતા જયદીપ ઉઠ્યો. મોહન પાસે જઈ તેને અટકાવતા બોલ્યો: “મરી જ્યા ચારેય...બસ કર હવે, હવાર પડી.” બ્હાર આકાશમાં સૂર્યનારાયણ ભગવાને ઉદયાગમન શરૂ કરી દીધુ હતું. કમા,પકા અને જગા ત્રણેયને જયદીપે ઉઠાડયા અને પછીતેની ડેલી પાછળ નાનુ આંગણુ હતું એમાં એક મોટો ખાડો કર્યો હતો એમાં ચારેયને નાખ્યા અને દાટવા લાગ્યા.
 
                                          દરમિયાન મોહનને રાધા યાદ આવી ગઈ. લોહીથી લથપથ પોતાના હાથ જોઈ તેની આંખો ભીની થઈ ગઈ. તે શુ બની ગયો હતો? કેવા મુકામે તે આવી ગયો હતો, પોતે કેટલો બેસહારા અને એકલો અત્યારે થઈ ગયો હતો. એ જાણી તે રાધાને યાદ કરતો રહ્યો. આજે તે મન ખોલીને રડવા લાગ્યો.
“રાધા........................!!!” પોક મૂકી ગળાફાટ શ્વરે તે રડવા લાગ્યો.
 
                                          આજે તે મન મૂકી ધ્રુશકે-ધ્રુશકે રડ્યો. આજે એનામાં કોઈ પ્રતિશોધ કે બદલાની ભાવના ન હતી. આજે તેનુ મન ખાલી થઈ ગયુ હતું. હવે અંદર કઈ ભરી રાખ્યુ ન હતું. ને જે અંદર હતું એ અશ્રુ બની બ્હાર આવી રહ્યુ હતું. આજે રડવાનુ કારણ એ હતું કે તે આ જગ્યામાં, આ ખંડેરમાં, સાકેતમાં રાધા સાથે પોતાનો સંસાર શરૂ કરવા માંગતો હતો અને શરૂ કરતા પહેલા અહી જ અંત થઈ ગયો. તે કેટલો ની:સહાય બની ગયો હતો કે પોતાની લાગણીઓને કોઈ રીતે દાટી શકે એમ ન હતો. અહી અંત થયો તેના પ્રેમનો, અહી જ અંત થયો તેની મિત્રતાનો અને આજ અહી જ અંત થયો તેની આત્માનો.
 
                                                  તેને રાધાના શબ્દો યાદ આવ્યા: “રાધેમોહન નામ ભલે બે છે, કાયા ભલે બે છે પણ આત્મા તો એક જ છે ને...” આજે તે પોતે મટી જવા માંગતો હતો. તે રાધાને જીવંત કરવા માંગતો હતો. તે એની અને રાધાની આત્માને એક બનાવી દેવા માંગતો હતો. ગામના એક ભુવાને બોલાવી તેણે મા ચામુંડાની પ્રતિમા ઊભી કરી સાકેતમાં હવન કરાવ્યો અને પોતાના પુરુષત્વનુ નિચ્છેદન કરી પોતાની અંદર રાધાને સમાવી લીધી. તેણે પોતાની અંદર દેવી મા શૂલધારીનીને પોતાની કાયામાં અનુભવી.
 
                                                  તેની હથેળીમાં કંકુના કુંડાળાં, દૈત્યોની કંકાલભસ્મમાંથી બનેલુ આંખોમાં કાજળ, હોઠ પર રક્તરંગની લાલી અને એ જ રંગનો વિષ્મયકારક સફેદ ટીલડીવાળા સાડલામાં ત્રિશુળધારી રાધા આજે દુર્ગાના રૂપમાં અવતરી હતી. સમાધિની અવસ્થામાં રાધા બેસી ગઈ. મા શૂલધારીનીની જીવંત પ્રતિમા જોતાં ભૂવો આશ્ચર્યચકિત બની ગયો. મા ના પગે પડી તે ગામ આખામાં કહી આવ્યો કે સાકેતમાં મા શૂલધારીની રાધા બામાં પ્રગટ્યા છે. આ અકલ્પનીય પ્રતિમાના દર્શન માટે ગામ આખુ સાકેતમાં ભેગુ થયુ અને માના આશીર્વાદ લેવા લાગ્યું. ક્ષણોમાં વાત બધે પ્રસરી ગઈ. હવેથી એ વ્યક્તિત્વ ખુદ ઈશ્વરીય પ્રતિમા બની ચૂકી હતી. સાકેત રાધાનો આખરી વિસામો બની ચૂક્યો હતો. આજે ત્યાં રાધાના દર્શન કરવા ગામ પરગામથી લોકો આવતા. એ દિવસથી રાધાને લોકો રાધા બાકહી સંબોધતા.
 
                                          દર અમાસે રાત્રે ૩ વાગતા નિશાળમાંથી તે ઘંટ અને દસ્તો લઈ ગામમાં નીકળી પડતી. રાધેમોહનના નાદથી વાતાવરણ ગુંજી ઊઠતુ. ઘંટમાંથી નીકળતો ધ્વનિ અને રાધેમોહન બોલવાની શૈલીમાં આત્મચુંબકીય શક્તિ હતી, જે જાનવરોના કર્ણમાં દાખલ થતાં તે મુગ્ધ બની જતા, તેમના કાન અને પૃષ્ટ અક્કડ થઈ જતા.
 
                                          એવુ મનાતુ કે આ સમયગાળામાં જો કોઈ પુરુષ રાધાની નજરે ચઢતો તો તેનુ અસ્તિત્વ આ લોકમાંથી વિસર્જિત થઈ જતુ. માટે જ આ સમય દરમિયાન તેની આંખ એક વાર પણ પલકારતી નહીં. જે સ્ત્રી રાધા આગળ કોઈ મંચ્છા, તકલીફ કે માનતા દર્શાવે, અને જો રાધાને યોગ્ય લાગે તો એના ઉપાય માટે અમાસની રાતે તેના ઘરે જતી. જે સ્ત્રીએ રાધા આગળ અરજ કરી હોય તેણે ત્યાર પછી અમાસની રાતે ઓરડો ખાલી રાખવો પડતો, રાધા કોઈ પુરુષ સામે કોઈ સ્ત્રીની વ્યથા સાંભળતી નહીં. એકાંતમાં ફક્ત તે સ્ત્રીને જ મળતી. માટે એ રાત તેના પતિએ ખેતરમાં કે અન્ય કોઈ જગ્યાએ રાત ગાળવી પડતી. બંધ ઓરડામાં રાધા જે-તે સ્ત્રી સાથે ચર્ચા કરી સમસ્યાનુ નિવારણ લાવી આપતી.
 

*

ભાગ૧ પૂર્ણ.

No comments:

Post a Comment